________________
૩૮૧
સમયે તે કાલિયકુંડનું પાણુ અહીંતહીં ઊછળીને ચારસે હાથ લગી ફેલાઈ ગયું ! અચિંત્ય અને અત્યંત બલશાળી ભગવાન શ્રીકૃષ્ણ માટે આમાં કાંઈ નવાઈની વાત નહતી.
પ્રિય પરીક્ષિત ! ભગવાન શ્રીકૃષ્ણ કાલિયકુંડમાં કુદી પડી અતુલ બલવાળા હાથની જેમ પાણુ ઉછાળવા લાગી ગયા. આ પ્રકારે જલ ક્રીડા કરવાથી એમના હાથની થપાટોથી પાણીમાં બહુ મોટા જોરથી શબ્દ થવા લાગ્યા. આંખથી જ સાંભળવાવાળા કાલિયનાગે આ અવાજ સાંભળ્યો અને જોયું કે, કઈ મારા નિવાસસ્થાનને તિરસ્કાર કરી રહ્યું છે. એટલે એનાથી એ સહન શી રીતે થાય ? તરત એ ચિડાઈને ભગવાન શ્રીકૃષ્ણની સામે આવી ગયે. જોયું કે સામે તો એક સાંવરિયું સલૂણું બાળક છે ! એનાં અંગે અંગ અતિશય સુંદર અને માં પર મધુરું મિત છે એ છોકરે જરાપણ ડરતો નથી અને આ ઝેરીલા પાણીમાં મેજથી રમે રહ્યો છે ! ત્યારે એને કંધ ઘણે વધી ગયું. એણે શ્રીકૃષ્ણ ભગવાનના શરીરમાંનાં મર્મસ્થાને પર પિતાના જોરદાર ડંખ મારવા માંડયા અને પોતાને બળવાન શરીરથી ભગવાન કૃષ્ણના શરીરને ભરડો લઈ લીધા. આને લીધે શરૂઆતમાં તો નાગપાશમાં બંધાયેલા તે શ્રીકૃષ્ણજી નિગ્રેષ્ટ રહ્યા. આ દશ્ય જોઈને એમનાં પ્યારાં મિત્ર ગોવાળિયા–બાળકે બહુ કષ્ટ પામ્યાં અને એ જ સમયે દુ:ખ, પસ્તાવા અને ભયથી મૂચ્છ પામી ભોંય પર પડી ગયાં !
પરીક્ષિત આમ થવું અસ્વાભાવિક નહતું. કારણ કે તેમણે પિતાનું બધું જ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કર્યું હતું. ગાય, બળદ અને વાછરડી-વાછરડાં દુખપૂર્વક ભાંભરવા લાગી ગયાં ! શ્રીકૃષ્ણ તરફ જ એ સૌની મીટ હતી. તેઓ પશુ હોવા છતાં ડરીને એવી રીતે ઊભાં રહી ગયાં કે જાણે ખૂબ રડી રહ્યાં હેય ! એમનું શરીર પણ જાણે હાલનું-ચાલતું નહોતું. અહીં વ્રજમાં પણ અપશુકન થવા