________________
૩૮.
ભલા, ક્રાણુ તૃપ્ત થાય ? એટલે જ એ બધું વિગતવાર આપની પાસે સાંભળવાનું મન થાય તે સ્વાભાવિક જ છે.'
કાલિયનાગ નાથ્યા
મા યમુના પ્રભુપત્ની થયાં જે વ્રજવાસીથી; તે વ્રજ, ગાય-ગેાપી સૌ, બન્યાં છે તી ભારતી. ૧
ખરી રીતે પ્રભુ પાતે, સદેહી થઈ ને જે; પધાર્યો ત્યારથી ગાય જાગતિક બની ખરે. ર
બ્રહ્મવિહારી શ્રી શુકદેવજી એલ્યા : “પરીક્ષિત ! યમુનાષ્ટમાં કાલિયનાગનો એક કુંડ હતા. એ કુંડનું પાણી એના ઝેરના ગરમોથી એવું રહેતું કે એ પાણીની ઉપરથી ઊડતાં પ ́ખીએ પણ ગરમીની અસરથી ગભરાઈને એમાં પડી જતાં હતાં, તે કુંડના ઝેરીલા પાણી સ્પર્સ કરીને તથા એ પાણીનાં નાનાં નાનાં ટીપાં લઇને, જો વાયુ બહાર આવીને એટલા કાંઠા પરનાં ધાસ પાન, ઝાડ, પશુપક્ષી આદિને સ્પર્શી કરી લેતા તે તે જ સમયે તે બધાં મરી જતાં હતાં. પરીક્ષિત ! ભગવાનને અવતાર તેા દુષ્ટોનું દમન કરવા થાય છે. એટલે જયારે ભગવાન કૃષ્ણે જોયું કે કાલિયનાગનું ઝેર ઘણું પ્રબળ અને ભયંકર છે તથા એ કારણે મારું વિહારસ્થળ એવાં જમનાજી પણ દૂષિત થઈ ગયાં છે, ત્યારે તે ભગવાન કૃષ્ણે પાતાની કમર ખૂબ કસીને ખાધી ને એક બહુ ઊ ંચા એવા કદ અવૃક્ષ ઉપર ચઢી ગયા અને ત્યાંથી ઝેરીલા પાણીમાં કૂદી પડયા. યમુનાનું પાણી સપના ઝેરને કારણે પહેલેથી જ ઝેરી બની ગયું હતું. એના તરંગ લાલ -પીળા અને અત્યંત ભયંકર ઊઠી રહ્યા હતા. પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણના કૂદી પડવાથી તેનું પાણો ખૂબ ઊછળવા લાગ્યું અને તે