________________
૩૨૮
ન પિછાણુ શક્યાં અને “માના હેતથી એ બાળકને જોઈ રાગમાં રંગાઈ ગયાં ! પરંતુ તરત પાછે એ બાળકના ચહેરા પર માતા પ્રત્યેને પ્રતિરાગ પિતા પરત્વે અનુભવવાને બદલે સપ્રેમ, પરમ વિશુદ્ધ પ્રેમ અથવા વીતરાગતાયુક્ત પ્રશાંત રસ જોઈ એમને પણ સમજાઈ ગયું કે, આ બાળક સામાન્ય બાળક નથી, અસાધારણ પુરષ છે. અરે, ખુદ ભગવાને મારી કને જન્મ ધર્યો છે. તેથી તેઓ હવે ખુદ પોતે પણ કંસથી નિર્ભય બની ગયાં એટલું જ નહીં બલકે પરમ કૃપાળુ આનંદઘન એ અવતારધારક ભગવાનની ગુણસ્તુતિમાં તેઓ પણ ગરકાવ થઈ ગયાં.
યશોદાજીને ખોળે પરમાત્મા બને આત્મા, સ્થિર જે આત્મલક્ય તે; આત્મલક્ષ્ય થશે સ્થાયી, સાંપડે મનુજવ જે. ૧ મનુષ્યદેહ છે સાથે, પમાડે મનુજત્વ તે; છે મનુજ – એ રીતે, ઈકવરી અંશ માનજો. ૨ ક્રમશઃ દંપતી આવું, સ્વપર–શ્રયસાધક જ્યાં હોય ત્યાં જઈ ધારે, માનવી દેહ ઈશ્વર. ૩
માતા દેવકીજી હવે ભગવાનને ઉદ્દેશીને બોલ્યાઃ “વેદમાં આપના જે સ્વરૂપને અવ્યક્ત તથા સંસારમાં સર્વ કાંઈ જે છે તેનું મૂળ કારણ દર્શાવ્યું છે, ઉપરાંત જે અનંત જ્યોતિ સ્વરૂપ, વિકારરહિત, ત્રિગુણાતીત છે, કેવળ અનિર્વચનીય અને માત્ર વિશુદ્ધ સત્તાના રૂપમાં
જે કહેવાયું છે તે અને બુદ્ધિ આદિના પ્રકાશક આપ જ સ્વયં વિષ્ણુ છે. બધુય જ્યારે વિલય પામે ત્યારે પણ આપ એક શેષ સદા