________________
૩૨૩
અને (૨) ઈશ્વર. આ સંસારરૂપી ઝાડની ઉત્પત્તિના આધાર તો એકમાત્ર આપ જ છે. આપમાં જ એ સંસારને પ્રલય થાય છે, આપની જ કૃપાથી એની રક્ષા પણ થાય છે.
જેનું ચિત્ત આપની માયાથી ઘેરાયેલું રહે છે, તેને આ સત્યને સમજવાની શક્તિ ગુમાવી બેઠેલો જ જાણવો! તે જ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાવાળા બ્રહ્માદિ દેવતાઓને (એકરૂપે નહીં પણ અનેક રૂપે જુએ છે. તત્વજ્ઞાની પુરુષ તે બધાંના રૂપમાં કેવળ આપનું જ દર્શન નિહાળે છે. આપ જ્ઞાનસ્વરૂપ આત્મા છે. સચરાચર જગતના કલ્યાણ માટે જ અનેક રૂપ ધારે છે. આપનાં તે રૂપે વિશુદ્ધ, અપ્રાકૃત અને સત્યમય હોય છે અને સંત પુરુષોને બહુ સુખ આપે છે. સાથે જ દુષ્યને એમની દુષ્ટતાને દંડ પણ આપે છે અને એમને માટે અમંગલ પણ જ છે. સાચી રીતે જે આપને જાણે છે તે જ તરે છે, બાકી બધા ડૂબે છે. આપની પરમ પ્રીત ધરાવનાર ભક્તો ડરને પેલે પાર પહેચે છે. સેવામાર્ગ ઘણે કઠણ છે. આપની પરમ કૃપાથી જ તે પમાય છે! આપે અનંતકાળથી યુગે યુગે જન્મ ધરીને જગતનું પરમ દુઃખ મટાડયું છે, તેમ આ વખતે પણ મટાડે. અમે આપને નમીએ છીએ. (પછી દેવકીજી તરફ જોઈને તેઓ બેલે છે.) માતાજી ! આ ઘણું સુભાગી વાત છે કે આપના પવિત્ર કૂખે અમ સૌનું કલ્યાણ કરવાવાળા સ્વયં ભગવાન, પિતાનાં જ્ઞાન, બલ આદિ અંશે સાથે પધાર્યા છે. હવે આપ કંસથી જરાપણ કરી શકશે નહીં. ...હવે તો કંસ બેડા જ દિવસેને મહેમાન છે. આપને (ભગવાન રૂ૫) પુત્ર યદુવંશની રક્ષા જરૂર કરશે જ...”