________________
૩૨૨
કેદખાનામાં આવી પહેયા !!! એમની સાથે એમના અનુચરે ઉપરાંત સમસ્ત દેવઐતિનિધિઓ અને નારદાદિ ઋષિ-મુનિઓ પણ હતા જ. તેઓ બધા સુમધુરવાણુથી સૌના મનોરથ પૂરનારા એવા ભગવાન કૃષ્ણની આ પ્રકારે સ્તુતિ કરવા લાગ્યાઃ “પ્રભુ! આપ સત્ય સંક૯૫ છે, તેથી સત્ય પિતે જ આપની પ્રાપ્તિનું સર્વોચ્ચ સાધન છે. સૃષ્ટિના પહેલાં, પ્રલયના અંતે અને સંસારની હસ્તી એ બધી જ અવસ્થાઓમાં પણ આપ એક જ સત્ય સ્વરૂપે છે. દશ્યમાન એવાં પૃથ્વી, પાણુ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ સત્યેના આપ જ એકમાત્ર કારણરૂપ છે. આપ જ એ બધાંમાં અંતર્યામી રૂપે બિરજમાન છે. આપ પોતે જ આ દશ્યમાન જગતના પરમાર્થ સ્વરૂપ છો. આપ જ મધુરવાણી અને સમદર્શનના પ્રવર્તક છે. ભગવાન ! આપ તો બસ, સત્ય સ્વરૂપ જ છે. અમે સૌ આપના શરણમાં આવ્યાં છીએ. આ સંસાર શું છે?
ખરેખર તો તે છે એક સનાતનવૃક્ષ. એ વૃક્ષને આશ્રય છે એક પ્રકૃતિઃ એનાં બે ફળ છેઃ (૧) સુખ (૨) દુઃખ. ત્રણ એનાં મૂળ છે: સવ (૩) રજ અને (૪) તમ. ચાર એના રસ છેઃ (૧) ધર્મ (૨) અર્થ (૩) કામ અને (૪) મોક્ષ. એને જાણવાના પાંચ પ્રકારો છે : (૧) કાન (ર) ચામડી (૩) આંખ (૪) જીભ અને (૫) નાક, એના છ સ્વભાવો છે : (૧) પેદા થવું (૨) રહેવું (૩) વધવું (૪) બદલવું (૫) ઘટવું અને (૬) નષ્ટ થવું. એની છાલ રૂપે સાત ધાતુઓ છે : (૧) સ (૨) લેહી (૩) માંસ (૪) મેદ (૫) હાડકાં (૬) મજજાઓ અને (૭) વીર્ય. એ વૃક્ષની આઠ ડાળીઓ છેઃ પાંચ મહાભૂતે (૬) મન (૭) બુદ્ધિ અને (૮) અહંકાર. તેમાં મોટું આદિ નવાર અને દશ પ્રાણે રૂપી પાંદડાં છેઃ (૧) પ્રાણ (૨) અપાન (૩) વ્યાન (૪) ઉદાન (૫) સમાન (૬) નાગ (૭) કૂર્મ (૮) કૃકલ (૯) દેવદત્ત અને (૧૦) ધનંજય. આ સંસારરૂપી ઝાડ પર બે પંખી છે: (૧) જીવ