________________
૩૨૦
આવવા-જવાનું કશું યે નથી, તેથી તેઓ વસુદેવજીના મનમાં પોતાની સમસ્ત કળાઓની સાથે પ્રગટ થઈ ગયા. એમાં વિદ્યમાન છતાં પિતાના અવ્યક્ત સ્વરૂપને વ્યક્ત બનાવી દીધું. ભગવાનને પ્રકાશ ધારણ કરવાને કારણે વસુદેવજી સૂર્ય સમાન તેજસ્વી બની ગયા ! એમને નીરખીને લેકેની આંખે સહેજે બિડાઈ જવા પામતી. સમર્થમાં સમર્થ રાજા પિતાનાં બલ, વાણી અને પ્રભાવથી એમને જરા પણ નહેાતા દબાવી શકતા. ભગવાનને આ તિર્મય અંશ કે જે જગતનું પરમ મંગલ કરનારો છે, તે વસુદેવજીએ ધારણ કર્યો. તે કારણે દેવી દેવકીજીએ રહણ પણ કર્યો, જાણે પૂર્વ દિશાએ ચંદ્રમાં ધર્યો હોય તેવા શુદ્ધ સત્વથી સંપન્ન એવાં દેવી દેવકીમાતાએ વિશુદ્ધ મન વડે સર્વાત્મા અને આત્મસ્વરૂપ ભગવાનને ગર્ભ ધારણ કર્યા. ખરી રીતે તે ભગવાન જ સારી દુનિયાનું નિવાસસ્થાન છે, છતાં દેવકીજી પોતે જ એ મહાસત્તાના નિવાસસ્થળરૂપ બની ગયાં! બીજઓને દેવકીજીના આ તેજને ખ્યાલ ન આવ્યું, પરંતુ દેવકીજીના ગર્ભમાં ભગવાન તે વિરાજમાન થઈ જ ગયેલા. તેમના મુખ પર પવિત્ર સ્મિત ફરકતું હતું અને દેહકાન્તિથી આખી જેલ પોતે જ જાણે ઝગમગવા લાગી હતી !”
દેવકી-કૂખે અવતરણ
એનાં એ દેવકી તે યે, કૂખે પ્રભુ પધારિયા તેથી દેહ, વળી જેલ, આસપાસ સહુ દીપ્યાં. ૧ ભવ વૃક્ષ પરે પંખી બે બેઠાં જીવ ને શિવ; દુઃખી માયા વિશે જીવ, માયા તળે સુખી શિવ ૨