________________
માયામાં ભાન ભૂલેલા ગૃહસ્થાશ્રમી જે જને આદર્શ તેમને સૌને, દાખવ્ય કપિલે ખરો. ૨
કઈમમુનિ પિતાનાં ધર્મપત્ની મનુપુત્રી દેવહૂતિ પર ખુશ ખુશ થઈ ગયા અને બોલ્યા : ‘તમારી સર્વોત્તમ સેવાભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયે છું. તમે મારામાં સંપૂર્ણ સમપર્ણ કરી નાખ્યું છે તેની મને ખાતરી થઈ ચૂકી છે. મને જેમ ભગવાનના આંતરિક સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તેમ બાહ્ય સ્વરૂપે વિભૂતિએ પણ પર્યાપ્ત સાંપડી ચૂકી છે. તેના ઉપર હવે આપને સંપૂર્ણ અધિકાર હું માન્ય રાખું છું. બેલે આપની શી ઈચ્છા છે ?' આટલું બેલી કર્દમમુનિએ દેવહૂતિના ચહેરા સામે જોયું.
દેવહૂતિ બેલ્યાં : “મારે બીજું શું કહેવાનું હોય ? ગૃહસ્થાશ્રમી પતિવ્રતા સ્ત્રીની શી ઈચ્છા હોય, તે આપ ક્યાં નથી જાણતા ?” કર્દમષિ બોલ્યા : હા; આપણે લગ્ન વખતે જે કરાર કર્યો છે તે હું કેમ ભૂ લું? પણ ત્યાગ–તપથી ટેવાયેલું મારું શરીર અને મારાં ત્યાગ-તપમાં એકાગ્ર થયેલું આપનું ક્ષીણ-શરીર તંદુરસ્ત સુદઢ શરીરવાળા સંતાન માટે કાર્યક્ષમ થશે ?” દેવહૂતિ બેલ્યાં : “જેઓ ઉત્કૃષ્ટ સંતાન પ્રાપ્તિને જ ગૃહસ્થાશ્રમને નિચેડ માની ત્યાગનો ત્યાગ સહજપણે સ્વીકારી શકે છે તેને માટે આવું ધર્યું સંતાન અશકય નથી.” આ ઋષિદંપતીની વાત કેટલી બધી વથાર્થ છે! તે જ કારણે કદાચ આદર્શ ગૃહસ્થાશ્રમને આદર્શ સંન્યસ્તા શ્રમ કરતાંય એ દાષ્ટએ ઉત્તમ ગયો હશે. જે જૈન ધર્મ શ્રમણ–સંસ્કૃતિમય છે તે જૈન ધર્મમાં પણ “સતિ એગે હિં-
ભિખુહિં ગારચ્યા સંજત્તરા” એટલે કે કેટલાક ત્યાગી ભિક્ષુ કરતાં પણ સાચા ગૃહ
સ્થાશ્રમ સંવમદષ્ટિએ આગળ ગણાય છે. આ રીતે એક જ વારના સમાગમ એકએકથી ચઢે એવી સુંદર અને એકી સાથે નવ કન્યાઓ જન્મી. દેવહૂતિજીને આનંદ પણ થયે અને દુઃખ પણ થયું. આનંદ