________________
૩૮
એટલે પૃથ્વી ઉપર આવી ગઈ અને પાણ એની નીચે આવી ગયું ત્યાર બાદ વિદુરજી ! એક ઘટના બની, તે એ કે કશ્યપમુનિની પત્ની દિતિને કામવાસનાએ એટલી તો ઘેરી લીધી કે પૂજા કરતા ધ્યાનમગ્ન મુનિકશ્યપજી સાથે સંધ્યાકાળે પણ તેણીએ વાસના પિષવા માગણું કરી. કશ્યપજીએ આદરપૂર્વક દિતિને ખૂબ સમજાવી. છેવટે થોડી ધીરજ રાખવા કહ્યું, પણ તેણે ધીરજ ન રાખી શકી. એ વખતના અકાળ ઋવિવિહારથી દિતિની કુખે બે રાક્ષસી બાળકે થયા, જેમનાં નામ ક્રમશઃ (૧) હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ પડયાં. તેઓ બ્રહ્માએ પેદા કરેલી આખીયે સૃષ્ટિને ત્રાહી પકાવરાવતા. દિતિને જેકે સંધ્યાના રતિવિહાર પછી પસ્તાવો ખૂબ થયે. એમ છતાં કોઈપણ નારી, ગમે તેવાં પોતાનાં સંતાનો હોય તોયે એમનું ભલું ઈચ્છે છે અને ચિરંજીવીપણું પણ ઈચ્છે છે. એટલે “એ બનેને વધ છેવટે ભગવાનને હાથે જ થશે; બીજા કેઈના હાથે નહીં અને પિતાને ત્યાં એવો પ્રતાપી પૌત્ર થશે, કે જેની સહાયમાં આવેલા ભગવાનના હાથે એ બને પિતાના રાક્ષસી પુત્રોને નાશ થશે” એમ બેવડી સિદ્ધિ દિતિએ કુકર્મ કરવા છતાં પશ્ચાત્તાપ અને પ્રભુપ્રાર્થના વાટે પ્રાપ્ત કરી લીધી.” આ રીતે મૈત્રેયજીએ વિદુરજીને કથામૃત પાતાં પાતાં હવે સરસ્વતી નદી પર દીર્ઘતપસ્યા કરતા કર્દમ મુનિ જે ઈશ્વર કૃપાથી મનુપુત્રી દેવહૂતિ જેવી મહાન સતી સ્ત્રી પામ્યા અને દેવહૂતિએ પિતાના શરીરની, પ્રાણની કે મનની કશી ફિકર નહીં કરીને જીવસટોસટ વાસના-રહિતપણે કઈમ મુનિની સેવા કરી તે સુંદર કથા પણ કહેવી શરૂ કરી દીધી.
કર્દમ અને દેવહુતિ
હે ભલે વાસના તોયે, સદધર્મિ-લક્ષ્ય બ્રહ્મનું; ગૃહસ્થાશ્રમ તે તેને સજે સંતાન ધર્મેનું. ૧