________________
હાંસી મશ્કરી કરવા લાગી જતાં જ હોય છે. માત્ર વિરલા જ આવા યુગપુરુષોને ઓળખીને (એમની) યથાર્થ કર કરી શકે છે (મતલબ કે, પ્રવેગકાર તરીકેની કદર કરી શકે છે.”
પરીક્ષિત અને કલિયુગ
ઉપજાતિ જુગાર અસત્ય તણે પિતા છે, દારૂ થકી તો મદવૃદ્ધિ થાયે, આસક્તિ તીવ્ર વ્યભિચારથી જ;
હિંસા થકી નિર્દયતા અતીવ. ૧ સેનું તે સર્વનું, વાહક એકલું બને, ન જે ન્યાયનીતિ સાથે, ધનિકો જીવતાં શીખે. ૨
શૌનકજી વગેરેને ઉદ્દેશીને સૂતજીએ કહ્યું : “અશ્વત્થામાએ ઉત્તરારાણીના ગર્ભને નષ્ટ કરવા પ્રયત્ન તો કર્યા પણ ભગવાને એ પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા. આ રીતે પરીક્ષિત ઊગરી ગયે. પરીક્ષિતના ભવિષ્ય વિષે બ્રાહ્મણેએ કહ્યું: “મનુપુત્ર ઈક્ષવાકુની જેમ આ સ્વપ્રજાપાલન કરશે. રામના જેવો પ્રતિજ્ઞ હશે. આ શરણાગતવત્સલ તથા યાજ્ઞિકેમાં દુષ્યન્તપુત્ર ભરતની માફક વંશને ફેલા કરશે. બાણ કળામાં અર્જુન જેવો બહાદૂર થશે અને એ સંપૂર્ણ રીતે પ્રાણપ્રેમી હશે.” આ જાણું સૌથી વધુ આનંદ ધર્મરાજ યુધિષ્ઠિરને થયો. (૧) પાંડવ–કોરવોને વંશ ચાલુ રહ્યો અને (૨) સુયોગ્ય પુત્ર મળે. તેવામાં મહર્ષિ મૈત્રેય પાસે આત્મજ્ઞાન પામીને વિદુરજી હસ્તિનાપુરમાં આવી લાગ્યા. આ સત્સંગને લીધે વિદુરજીની કૃષ્ણભક્તિ મજબૂત