________________
- ક
ધ્યાનપૂર્વક તે ગાયનનું એક એક પદ સાંભળતા. તેથી પ્રભુમાં મારી રુચિ થઈ ગઈ. ચાર જ માસમાં મારામાં ભક્તિભાવ જાગી ગયો. ચાતુર્માસ પૂરું કરીને જતી વખતે તે સંતગજનેએ મને ભગવત શરણાગતિ રૂ૫ ગુહ્યતમ જ્ઞાનને ઉપદેશ આપે, જેથી ભગવાનને સમર્પિત કરવાની કર્મ કળા હું શીખી ગયો. ભગવાનનાં વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ એવાં ચાર વિખ્યાત નામ છે. આ ચારેયના નમરકારે ખુદ ભગવાન કૃષ્ણજીએ જાતે આવીને પ્રેમરૂપી ભક્તિનું દાન કર્યું. આથી જ મને લાગે છે કે આપ પ્રેમમયી ભગવાનની લીલાઓનું વર્ણન કરે, જેથી જ્ઞાનીથી માંડીને વધુમાં વધુ અજ્ઞાની છે તેમનાં પણ બધાં દુઃખ દૂર થઈ શકશે. ભક્તિ સિવાય આ કામમાં બીજા બધા ઉપાયો ભારે કઠણ છે. એક ભક્તિને ઉપાય જ સરળ ઉપાય છે. વ્યાસજીએ આખુયે પૂર્વકાળનું નારદજીનું જીવન જાણવા ઈચ્છયું, ત્યારે શ્રી નારદ બોલ્યા : “હું તે બાળક હતા. ચોમાસું પૂરું થતાં ત્યાગીઓ બધા ચાલ્યા ગયા. અહીં બ્રાહ્મ
ની વસતિમાં દાસીપુત્રરૂપે હું જ એકલો હતો. બાકી મારા ઉપર મારી માને હેત અથાગ હતું. પણ શું કરે ? તે પોતે પરાધીન હતી. છતાં મારી ખાતર દુઃખ વેઠીને પણ લાડ કરાવતી, તેવામાં અચાનક તે પણ એક દિવસ સર્પદંશથી પરલોકવાસી થઈ. છતાં મેં તે તેમાં પ્રભુદયા માની લીધી અને ઉત્તર દિશામાં એકલવા નીકળી પડ્યો. એક જંગલમાં વૃક્ષ તળે પ્રભુ-ચિંતનમાં મસ્ત બન્યું. ત્યાં મને ભગવાનને સાક્ષાત અનુભવ થયો. રોમેરેામ પુલક્તિ થઈ ગયાં. પરંતુ ભગવાન તો ચાલ્યા જ ગયા અને હું ફરી પ્રભુદર્શન માટે વ્યાકુળ બન્યો ત્યારે તેઓએ કહ્યું: “સત્સંગ અને નિષ્પા૫૫ણને લીધે જ તને મારા અનુભવ થઈ શક્યો. હવે બીજા જન્મમાં તું મારા પાર્ષદ થઈશ. તારી આ સંસ્કાર–સ્મૃતિ અખંડ રહેશે.” એમ આકાશવાણું થયા પછી એ વાણું પણ ફરી ન સંભળાઈ. પરંતુ એમને આ કૃપા-પ્રસાદ પામીને ત્યારથી પ્રભુને