________________
૧૯
કૃષ્ણ કથા સુણ જે સત્સંગના પ્રતાપથી; તે થવા પ્રાપ્ત સત્સંગ નમ્રતા પૂર્ણ સાધવી. ૩
શૌનકાદિ ઋષિઓને ઉદ્દેશીને સૂતજી વિદ્યાઃ “પિતા પરાશર મામિ દ્વારા માતા સત્યવતીના ગર્ભમાં ભગવાનના–કલાઅવતાર એવા મગીરાજ વ્યાસ જમ્યા. એકદા સરસ્વતી નદીને કાંઠે તેઓ શૌચાદિથી પરવારીને એકાંત પવિત્ર સ્થાને બેઠા હતા. સૌને સુલભ એવું મહાભારત રચ્યા પછી પણ તેમને સંતોષ નહોતો થયે. તેવામાં જ ત્યાં નારદજી પહોંચી આવ્યા. તેઓનું તેઓએ બહુમાન કર્યું અને બેસાડ્યા કે તરત તેઓ બોલ્યા: “આપ તો ખૂબ ભાગ્યશાળી છે, છતાં કો ચિંતિત છ વ્યાસ વદ્યા: “આમ તે બધું જ મારાથી થયું છે, છતાં કંઈક કમી રહી ગઈ છે. મને ખ્યાલ આવતો નથી કે મા કમી કઈ છે? આપ ખુદ બ્રહ્માજીના માનસપુત્ર છે, જેથી
ગુપ્ત મેદાને જાણે છે. પ્રકૃતિ અને પુરુષ બન્નેના સ્વામી એવા બ્રુને પણ આપ પિછાણે છે અને સૂર્ય સમાન ત્રણેય લેકમાં ભણી શો છો. વળી સૌના અંતઃકરણને જોઈ પણ શકે છે. માટે શક્ય જ મારી કમી કઈ છે તે બતાવ્યો...' નારદે કહ્યું : “આપે આમ તે બધું જ કર્યું છે. પણ હજુ વધુ પ્રમાણમાં ભગવાનનાં યશગાન ગાવાં પડશે. હા, આપે ધર્મ આદિ પુરુષાર્થોને ઉપદેશ જરૂર કર્યો છે; પરંતુ ભગવાન કૃષ્ણને ગૂઢ મહિમા સવિશેષ પ્રમાશુમાં ગાયું નથી. આપની પાસે એ ગાવાની શક્તિ તો ઘણું જ છે, માટે સ્મરણ કરી કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગંભીર લીલાઓનું કીર્તન કરે. જુઓ, હું આપને મારા જ એક પૂર્વજન્મની ઘટના સંભળાવું. હું પૂર્વજીવનમાં વેદવાદી બ્રાહ્મણની એક દાસીને કરે હતા. બચપણથી જ હું ત્યાગીઓની સેવામાં રહેત. હું એાછું બેલતો. આ ત્યાગીલોક વર્ષાઋતુમાં એક સ્થાને જ ચેમાસું કરતા. તેઓ ફક્ત ભગવાનની સાચી લીલાઓ જ ગાતા રહેતા. હું પણ ઘણું શ્રદ્ધાથી