________________
૧૬
કાંઈક વધુ સમય વીત્યે ત્યારે ભાદરવા સુદ નોમને દિવસે શુકદેવજીએ પરીક્ષિત રાજા પાસે આ કથા આરંભી. ત્યારબ દ કલિયુગ પછી બસે વર્ષ વીતી ગયા બાદ અષાઢ માસની સુદ નેમને દિવસે મેકણુજીએ આ કથા સંભળાવી હતી, અને ત્યારબાદ કલિયુગનાં ત્રીસ વર્ષ પાછાં નીકળી ગયા બાદ કાર્તિક સુદ નવમીએ સનકાદિ ઋષિઓએ આ કથા કરી હતી. નિષ્પાપ શૌનકજી ! કલિયુગમાં આ ભાગવતકથા જ એવી રસમય અને બધી રીતે ઉત્તમ કથા છે કે જે સંસારના રોગને નાશ અનાયાસે કરાવી દે છે. સંતજને ! આપ શ્રદ્ધા અને આદર સહિત આ ભાગવતકથાનું પાન કરો. આ કથા હોય તે બીજી કઈ સાધનાની જરૂર રહેતી નથી. કારણ કે આ કથા જે યથાર્થ સેવાય તો આપોઆપ જીવન સહેજે એવું બની જાય છે કે પછી એ જીવનથી સાચે ધર્મ ક્ષણ પણ વિદાય લઈ શકે નહીં. અરે ! ખુદ યમદેવ પણ પિતાને તેને કાનમાં કહી દે છેઃ “ભગવાનની આ ભાગવતકથામાં ખરેખર જે રસતરબોળ હય, તેનાથી તમે દૂર જ રહેજે.” મતલબ મૃત્યુ પણ ભાગવતકથામાં તરબોળ હોય તેવાઓને પજવી શકતું નથી. પરીક્ષિત પિોતે જ એ વાતનું પ્રબળ પ્રમાણ છે. શૌનકજી ! આ પરમ ગૂઢ અને રહસ્યમય વાત મેં આપને કહી છે. બધાં શાને આ જ એક નિચેડ છે. આ ભાગવતની કથાને શુકદેવજીનું શાસ્ત્ર કહે તે પણ કહી શકાય. તેનાથી ઊંચું કે પવિત્ર બીજુ કયું શાસ્ત્ર હેય? વળી આની વિશેષતા તે એ છે કે તે સાવ અભણુ લેકેને પણ ભણેલાઓ કરતાં પણ આગળ લઈ જાય છે. કારણ કે આમાં મુખ્યત્વે જોઈએ છે અંતરને આદર. એ બને હોય એટલે બસ. બીજુ કાંઈ જ જોઈતું નથી. ભલે પછી સંસારી હે કે ત્યાગી હે ! એ બને સ્થિતિમાં પણ ઉદ્ધાર થઈ જાય છે, માત્ર શ્રોતા અને વક્તા બનેમાં પરમ રસમય ભક્તિ અને એકાગ્રતા જોઈએ. બાર કંધરૂપ આ ભાગવતકથાને રસ ખરેખર દેવદુર્લભ એવો મહાન રસ છે. આથી જ કહ્યું છે કે ભાગવતકથાના રસપાન પછી