________________
ગર્ભવતી થયા પછી સુધાં વાલ્મીકિ આશ્રમ(વન)માં જ અંત લગી રહેવું પડયું હતું ને ! ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ પણ બચપણમાં ભલે નગરોમાં મેટા થયા પણ દીક્ષા પછી બનેએ તપથી માંડીને ધર્મપ્રચાર કાજે પણ આખરે જિંદગીને બહુ મોટો ભાગ તેઓને અરો અને ગામડાંમાં જ વિતાવવો પડ્યો ને !
આ સંદર્ભમાં જે ગાંધીજીને જોઈશું તો પણ ભરજુવાનીમાં બ્રહ્મચર્યવ્રત ધારણ કરીને પણ તેઓએ છેવટે તે અમદાવાદ પાસેના (સાબરમતી વિભાગને લો કે, વર્ધા પાસેના સેગાંવ વિભાગને લો, આખરે તો) ગામડાંને જ કેન્દ્રમાં રાખીને જિંદગી પસાર કરી ને ? ભલે એમનું અવસાન દિલ્હીના બિરલા હાઉસમાં થયું ! પરંતુ મુખમાં તે રામરાજ્યની કલપનાને કારણે 'હે રામ! જ આવી ગયું ને ! એ કહેવાની જરૂર ન હોય કે રામરાજય અને ગ્રામરાજ્યમાં કશે ફેર
નથી.
આપણે પણ અહીં મથુરાના શ્રીકૃષ્ણ કે દ્વારિકાના શ્રીકૃષ્ણ કરતાં ગોકુળ ગામડાના કૃષ્ણને હલાવવા માટે હવે (પ્રાસંગિક રામાયણ અને પ્રાસંગિક મહાભારત પછી પ્રાસંગિક અથવા અભિનવરૂપે) ભાગવતને જ ચર્ચીશું. ભાગવત એટલે ભગવાનનું જ સ્વરૂપ અને એ સ્વરૂપમાં ગામડું અને ગ્રામજને સિવાય બીજું કઈ મુખ્ય તવ નથી. આમ તો ભાગવતમાં અનેક બાબતો છે. પરંતુ ગામડું, સમાજે ૫છાત ગણું કાઢેલા વર્ગો અને નારીજાત એ ત્રણેય પર ભગવાન કૃષ્ણ ખુશખુશ છે. એટલું જ નહીં, જન્મતાંની સાથે જ બરાબર મધરાતે મથુરાનગરી અને માતા દેવકીજીની ગોદ છોડી જમનાકાંઠાના ગોકુળગામના નેસડાઓમાં ગામડિયણ યશોદા ગોવાલણને જનેતા બનાવી તે માતાનું દૂધ પી–પીને મોટા થાય છે. ગાયોને જતે ચરાવે છે. ગાયનાં મીઠડા ગોરસ ચાખે છે. દહીં દૂધ, મલાઈ, માખણ ખાતાં ખાતાં સતત ગોપાલ બાળકનું વાત્સલ્યભર્યું સાંનિધ્ય