________________
મંગલાચરણ
રહે આ ભારતગ્રામ, વિશ્વકે સદા સ્થિત, તે માટે પ્રગટયાં રામાયણ ને મહાભારત. ૧ એમ વિજ્ઞાનયુગે આ ગાંધીપ્રયોગ તે રૂપે ને ભાલનલકાંઠાને તે સંદર્ભે પ્રયોગ છે. ૨ ભાગવત થકી એવા ગ્રામકેન્દ્રિત કૃષ્ણને, આલેખાશે રૂડી રીતે ભાગવતકથામૃતે હવે. ૩
ભારતીય ગામડું વિશ્વ કે સ્થપાયા વિના કાયમી વિશ્વશાંતિ શક્ય જ નથી, એ વાત ભારતે એકેએક ભારતીય નર-નારીના ઘટઘટમાં ઘૂંટીને ગોઠવી દીધી છે. તેથી જ જેટલા અવતારી, તીર્થ કરો કે યુગપુરુષ થયા, થાય છે, તેમણે ગામડાંનું અનુસંધાન સાધ્યા વિના ડગ ભર્યા નથી. કદાચ ભૂલ્ય ચૂયે ભર્યા તે વચ્ચેથી અરણ્યમાં અને ગામડે જવું જ પડયું છે. આ દેશમાં ચાર ધમ સંસ્થાપક ભગવાને થયા, એમનું આવું જ થયું છે. દા. ત. રામને જન્મ ભલે અધ્યા જેવી નગરીમાં થયો, પણ વિશ્વામિત્ર ઋષિએ એમને રાક્ષસતત્વના નિવારણને નિમિત્તે પણ અરણ્ય ભણી દોર્યા જ હતા. એને પછી પણ શું ? ભગવાન રામ અને લક્ષ્મણને જો ચૌદ વર્ષને વનવાસ રહ્યો તે સીતાજી પણ રામની સાથે વનમાં જ ગયાં ને અને અપહરણ પછી પણ અશોકવનમાં જ મુખ્યત્વે રહ્યાં. અરે
પ્રા. ૧