________________
માનવ વચ્ચેની એકતાનું દર્શન કરાવતાં શુકજીએ કહ્યું : દે મર્યો પશુ મળે, છે સંબંધ પરસ્પર; વ્યક્તિચેતના સંગે છે વિશ્વચેતન સ્થિર. તેથી વેર-વસુલાતે પ્રાણીઓ-રાચશે ન કો';
માફી ક્ષમા અહિંસાથી આપી સન્માર્ગ લોખરે. (પા. ૩૦૩) પરીક્ષિત ! તમારા પુત્રો બધા જ બેડ પરાક્રમી છે. તે પૈકી જન્મેજય તક્ષક નાગના કૃત્યથી ગુસ્સે થઈ સર્પયજ્ઞની આગમાં સર્વોને હેમશે અને જન્મેજય વેર છોડી પ્રેમના માગે પૃથ્વી પર રાજ્ય કરશે. જન્મેજયનો પુત્ર શતાનીક યાજ્ઞવલ્કય ઋષિ પાસેથી ત્રણ વેદ ને કર્મકાંડ કૃપાચાર્ય પાસેથી અસ્ત્રવિદ્યા અને શૌનક પાસેથી આત્મજ્ઞાન મેળવી પરમાત્મપદ પામી જશે. આમ પરીક્ષિતને ભૂત, વર્તમાન અને ભાવિનો ઈતિહાસ કહી જે વંશમાં ભગવાન કૃષ્ણ જન્મ્યા તે વંશના પાવન સ્પર્શથી પુનિત કરી નવ કંધ પુરી કરે છે અને સંતબાલજી તેનું સરલ ભાષામાં રસપાન કરાવે છે :
સંતબાલજીની અધ્યાત્મ-શૈલી આનુશ્રુતિક ઈતિહાસની પરંપરાગત કડીને કડીને જાળવી રાખી. એકએક પાત્ર અને વંશની ખૂબીનું વર્ણન કરતાં કરતાં સંતબાલજી એક વાત સ્પષ્ટ રીતે કંડારે છે કે ભારતીય સંસ્કૃતિમાં જન્મગત નહીં પણ ગુણકર્મગત વિકાસને જ પ્રતિષ્ઠા છે. ભારતીય સંસ્કૃતિ દેહપ્રધાન નહીં પણ પુરુષાર્થપ્રધાન છે. એટલે સ્ત્રી-પુરુષ, કે વર્ણવયના ભેદ વિના પુરુષાર્થને જ પ્રાધાન્ય આપે છે અને પુરુષાર્થ માટે ત્યાગ, તપ, અને સમર્પણમાં વપરનું શ્રેય રહેલું છે એટલે એ પ્રકારના પ્રસંગોનું આલેખન કરવામાં એમણે ભાગવતના સાર–ભાગનું સુંદર સંકલન કર્યું છે.
સમાજવિજ્ઞાનને મને સમજાવતાં સમજાવતાં એમણે અધ્યા