________________
૨૮૫
તે વાત તરત પતી જશે. વૃષપર્વાએ તકાળ સંમત થઈ ગુરુઅજ્ઞ માથે ચઢાવી. દેવયાનીને વૃષપર્વા રાજાએ બહુ વીનવી ત્યારે દેવયાનીએ કહ્યું કે હું જ્યાં પરણીને જઉં, ત્યાં પોતાની સખીઓ સાથે શર્મિષ્ઠા મારી સેવામાં આવીને રહે.” શર્મિષ્ટાએ પણ પિતા અને પરિવારની મુશ્કેલી જોઈ તરત તે વાત સ્વીકારી લીધી અને પોતાની એક હજાર સખીઓ સાથે દેવયાનીની સેવા કરવા માંડી. દેવયાનીને પાછું પહેલાં કરતાં વધુ ગૌરવ મળવાથી તે પણ રાજી રાજી જ થઈ ગઈ. શુક્રાચાર્યજીએ યયાતિનાં લગ્ન દેવયાની સાથે કરાવી આપ્યાં અને કહ્યું : યયાતિરાજ ! જે જે હો આ શર્મિષ્ઠાને કદી તારી સેજ પાસે આવવા ન દેતે !” થોડા જ દિવસોમાં દેવયાની તે ગર્ભવતી બની ચૂકી. એને ગર્ભવતી જોઈને શર્મિષ્ટાએ એક વખત એકાંતમાં રાજ યયાતિ પાસે જઈ પોતાની સાથે પણ સમાગમ કરવાની આજીજીભરી પ્રાર્થના કરી. ઋતુકાળ વખતની શર્મિષ્ટાની પ્રાર્થના યયાતિ રાજાએ સ્વીકારી અને મિષ્ટાને પણ ગભ રહી ગયે. આ વાત જણાયા વગર કેમ રહે ? દેવયાનીને આ જાણું અતિ દુઃખ થવું સહજ હતું. તે ક્રોધાતુર બની રિસાઈને પિયેર ચાલી ગઈ. પાછળ પાછળ થયાતિરાજ ગયા અને ખૂબ કરગર્યા, પણ તે માની નહીં. શુક્રાચાર્ય પણ દુઃખદ ઘટના જાણું ખૂબ ગુસ્સે થયા અને રાજા યયાતિને શ્રાપ આપી દીધો : ‘જા, જૂઠા ! તું ખરેખર નારી–લંપટ છે અને મંદબુદ્ધિ છે. જા, હવે તારા શરીરમાં ઝટઝટ બુઢાપે આવી જશે. આ શ્રાપ સાંભળી તેણે શુક્રાચાર્યજીને કહ્યું : “આથી તે નુકસાન આપની પોતાની દીકરીને જ થશે. કારણકે આપની પુત્રી સાથેના આટલા આટલા ભાગે ભેગવ્યા પછી એને અને મને બનેને તૃપ્તિ થઈ નથી.” શુક્રાચાર્ય બેલ્યા : “ત્યારે જે, જે પોતાના રાજીપાથી તેને જવાની આ પશે, તે તારા બૂઢાપાની અદલાબદલી કરી શકશે !' રાજધાનીમાં તે પાછા આવ્યા. દિવસે ગયા, મહિનાઓ ગયા અને થોડાં વર્ષો પણ ગયાં. દેવયાનીને બે પુત્રો થયાઃ (૧) યદુ