________________
૨૫૪
શત્રુ છે. હે પરીક્ષિત રાજન ! સીતાપતિ ભગવાન શ્રી રામનું ચરિત્ર તે તત્ત્વદર્શી ઋષિમુનિઓએ ઘણું બધું વર્ણવ્યું છે અને તે તમે અનેક વાર સાંભળ્યું છે ! ભગવાન શ્રીરામે પોતાના પિતાજી દશરથ મહારાજના સત્યની રક્ષા કાજે રાજપાટ છેડયું અને વનવનમાં ફરતા રહ્યા ! એમનાં ચરણકમલ એટલાં બધાં સુકેમાળ હતાં કે પરમ સુકુમારી શ્રી જનકીજીનાં કરકમળાને સ્પર્શ પણ તે ચરણકમળ સહન કરી શકતાં ન હતાં ! તે જ ચરણે વનવનમાં ઉઘાડે અણુવાણે પગે ફરવાથી થાકી જતાં ત્યારે હનુમાનજી અને લક્ષ્મણજી એ જ ચરણકમળાને દબાવી દબાવી એમની થકાવટ મટાડી દેતા ! શપણખા ઉઘાડી અતિ વાસનાને કારણે જ્યારે એક મહાન સતીની હાજરીમાં વાસનાધિજનક માગણી કરવા લાગી ગઈ ત્યારે ભગવાન રામની મર્મજ્ઞ હાજરીમાં એ દશ્ય બ્રહ્મચર્ય પ્રેમી અને સનારીપૂજક લહમણું સહન ન કરી શકાય અને એ કુમારીના ના કાન કાપી રૂ૫ગવ મટાડવા તેણુને કુરૂપ બનાવી મૂકી. પરિણામે શ્રી રામને પોતાની પ્રિયતમાં સતી નારી જાનકીજીનો વિયાગ સહેવો પડયો !! આ વિયેગને કારણે એમની કાળધૂમ ભમરો ખેંચાઈ ગઈ, જેથી ખુદ રત્નાકર સાગર પણ ભયભીત થઈ ગયે. તે પછી એમણે સમુદ્ર પર પુલ બાંધ્યો અને લંકામાં જઈ દુષ્ટ રાક્ષસોને ઝાડના ઘર્ષણથી ઉત્પન્ન થયેલી આગ જેમ વૃક્ષોને જ ભસ્મ કરી નાખે છે તેમ ભસ્મીભૂત કરી નાખ્યા ! ! તેવા મહાન કાસલ નરેશ હમેશાં આપણા સૌની રક્ષા કરો !!
એવા ભગવાન શ્રી રામે વિશ્વામિત્ર ઋષિના યજ્ઞને તારાજ કરવા મથતા તમામ પક્ષસોને લઘુબંધુ લક્ષ્મણની સામે પરાસ્ત કરી નાખ્યા કે જેઓ મેટા મેટા રાક્ષસની ગણનામાં હતા, પરીક્ષિત છે ! જનકપુરમાં સીતાજીને સ્વયંવર થતા હતા. જ્યાં સંસારમાં સૌથી વધુ ચુનંદા એવા વીર ક્ષત્રિય રાજ નરબંકાઓ ઉપસ્થિત થયેલા. જનક મહારાજની દઢ પ્રતિજ્ઞા હતી કે “ભયંકર એવું શિવધનુષ ઉઠાવે