________________
૨૪ ૩
શ્રીકૃષ્ણની પૂજા કરી. છેવટે બ્રાહ્મણોના ગુણ ગાઈને તેમને ભજન કરાવ્યું. લાખ ગાયે દાનમાં આપી. તે ગાયોના શીગડાં સેનાથી અને ખરીએ ચાંદીથી મઢાવેલ હતી. બસ તે જ વખતે તપસ્વી દુર્વાસા ઋષિ અચાનક ત્યાં મહેમાન રૂપે પહોંચ્યા.
રાજા અંબરીષે ઊઠીને તેમનું સન્માન કર્યું. ભેજનનું આમંત્રણ આપ્યું. તેઓ અંબરીષને ત્યાં ભજન કરવાનું નક્કી કરીને નદીએ ગયા અને સ્નાન કર્યું.
આ બાજુ દ્વાદશી થોડી બાકી રહેલી તેથી અંબરીષ રાજાએ માત્ર પાણી લઈ લીધું. કારણ કે શાસ્ત્રીય દૃષ્ટિથી પાણું એ ભજન ગણાય છે અને નથી પણ ગણાતું. ભગવાનનું સ્મરણ કરી પાણી પીધા પછી ગુરુ દુર્વાસાજીની વાટ જોઈ બેસી રહ્યા. તેઓ આવ્યા અને ગુસ્સે થઈ બોલ્યા : “તું ધનમદમાં અને તારા અશ્વર્યા મદમાં છકી ગયું છે, જેથી બ્રાહ્મણને ભૂખે રાખી તે પારણું કર્યું ! પિતે મેડા થયા અને સમય વીતી ન જાય માટે રાજાએ પાણી પીધું, જેથી એક દષ્ટિએ પારણું ગણાય અને પારણું ન ગણાય ! તે વાતને તપસ્વી છતાં ક્રોધી બની ગયેલા દુર્વાસા ઋષિએ ખ્યાલ જ ન કર્યો, એટલું જ નહીં પણ પોતાના તપ પ્રભાવે જટામાંથી કૃત્યા નામની રાક્ષસી પેદા કરી. પરંતુ અંબરીષ રાજાને કૃત્યા કાંઈ ન કરી શકી. લટું ભગવાને અંબરીષ ભક્તની રક્ષા કાજે વજી ત્યાં મોકલ્યું, તે વજે કન્યાને પિતાને જ પોતાની આગથી બાળીને રાખલા ઢગલારૂપ કરી નાખી. એટલું જ નહીં બલકે દુર્વાસા ઋષ ભાગવા લાગ્યા તે તેમની પછવાડે તે પડી ગયું! દુવાજી આ વત્રાસ નિવારવા બ્રહ્માજી પાસે ગયા. તેઓ કશું જ ન કરી શકતાં ભગવાન શંકર પાસે ગયા. ભગવાન શંકરે પણ ભગવાનના ભક્તનું જ્યાં ભગવાન પોતે રક્ષણ કરતા હોય ત્યાં પોતાની નિરૂપાયતા બતાવી, એટલે તેઓ સીધા વૈકુંઠમાં ભગવાન પાસે પહોંચ્યા અને જ્યાં ભગવાન પોતે પણ ભક્તત્રીસ નિવારણ આગળ પોતાની