________________
૧૬૦
તે વખતે ભગવાન રામાવતારરૂપે પ્રગટેલા. ભગવાન રામનું જીવન તમને માર્કડેય મુનિ સંભળાવશે, હે યુધિષ્ઠિર ! આ તારી માસીના એ બે છોકરા શિશુપાળ અને દંતવકત્રરૂપે આ ક્ષત્રિય કુળમાં આવ્યા છે. શ્રી કૃષ્ણનું સુદર્શનચક્ર અડતાં જ તેઓ પાપમુક્ત થઈ ગયા. તે બંનેએ ભલે વૈરભાવે છતાં ભગવાનને વારંવાર યાદ કરેલા તેથી તેઓ બંને ભગવાનને પામી ગયા અને મૂળ સ્થિતિ પર ભગવાનના પાર્ષદ તરીકે તેઓ વૈકુંઠમાં પણ પહોંચી ગયા.
હિરણ્યકશિપુને વરદાન
જે નિમિત્તે ચઢ ઊંચે, તે ઉપકાર ઓળવે; સ્વછંદી ને ઘમંડી તે, સૌથી હેઠા પડે જગે. ૧
માત્ર તપે અને ત્યાગે, સર્વાગી શ્રેય ના થતું, વ્યક્તિ ને વિશ્વને આત્મ-તાળે મળે જ તે થતું. ૨
પરીક્ષિત રાજવીને શુકદેવજી કહે છે કેઃ “મુનિ નારદજીને તમારા વડીલ સદ્ગત ધર્મરાજ યુધિષ્ઠિર પૂછે છે કે “નારદજી ! પિતા થઈને પણ હિરણ્યકશિપુએ પોતાના સ્નેહપાત્ર પુત્ર પ્રહૂલાદ પર આટલે બધો ઠેષ શા કારણે કર્યો ? અને પ્રહલાદે પણ મહાત્મા પુરુષ થઈને પિતૃદ્રોહી કહ્યું કૃત્ય કર્યું, કે તેમનાથી તેમના પિતા હિરણ્યકશિપુને પિતાના જ સગા દીકરા પ્રહલાદ ઉપર આટલે બધો રોષ આવ્યો ?
અને ખરેખર તો આપ મને એ જણા કે “પ્રલાદ કઈ સાધના કરીને ભગવાનમય બની ગયા... નારદજી બોલ્યા: “યુધિષ્ઠિર ! સાંભળ.ભગવાને જ્યારે વરાહાવતાર ધરીને ભાઈ હિરણ્યાક્ષને