________________
૧૦૭
જ મસ્ત રહ્યા કરતું હોય છે! આથી જ અનુભવી સાધકે મનને જ બંધ અને મોક્ષનું મૂળ સાધન માનીને ચાલે છે ! પાંચ જ્ઞાને– ન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિ અને અહંકાર એ મનની વૃત્તિઓ છે અને પાંચ પ્રકારનાં કર્મ, પૃથ્વી આદિ પાંચ તન્માત્રા અને એક શરીર તે અગિયાર એમના આધારભૂત વિષય છે. સ્પર્શ, રૂપ, ગંધ, રસ અને શબ્દ એ પાંચ જ્ઞાનેન્દ્રિયના વિષયો છે અને મળત્યાગ, સંભોગ, ગમન, ભાષણ અને લેવું-આપવું વગેરે વ્યાપારે એ કમેંદ્રિયના વિષયે છે. શરીર પરનું મારાપણું વગેરે અહંકારને વિષય છે. આમાં ક્ષેત્રજ્ઞ તે એક અર્થમાં વિશુદ્ધ જ્ઞાનરૂપ છે અને માત્ર આ બધાંના સાક્ષીરૂપે જ તે રહે છે. આમ તો એક અર્થમાં આત્મા જ પરમાત્મા રૂપ છે. આ દષ્ટિએ આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્ર છે એમ કહી શકાય. એક દષ્ટિએ “આત્મા જ પરમાત્મા રૂપ પણ ગણું શકાય, પણ છવરૂપ પ્રકૃતિ સાથે આમા સીધે જોડાયેલો છે, એટલે એને જીવાત્મા તરીકે કહેવે વધુ છે. પરમાત્મા આ રીતે સર્વવ્યાપક છે. અને ખરી રીતે કદી તેને માયા પરાસ્ત કરી શકતી નથી, માયા પણ એના તાબામાં જ રહેતી હોય છે. એક બાજુથી જેમ એ સાવ જ નિલેપ અને સમસ્ત વિશ્વમાં છે, તેમ બીજી બાજથી એ પ્રાણીમાત્રના અંતઃકરણમાં રહી સૌ જીવોને પ્રેરિત પણ કરે છે. અહીં આ ઠેકાણે ભગવાન વાસુદેવને લેવાથી બંને રીતે ઠીક રહે છે. કારણ કે ભગવાન વાસુદેવ પરની ભક્તિ જ આખરે કામ-ક્રોધાદિથી દૂર કરાવી મનને આભામાં બરાબર સ્થિર કરાવી શકે છે. અને મન કે ચિત્ત ક્યાં લગી આત્મસ્થિર ન રહે ત્યાં લગી સંસારનાં ભ્રમણ ઓછાં થવાને બદલે વધે જ છે. એટલે હરિ અને સવિશેષે તે પ્રત્યક્ષ ગુરુની શરણાગતિ લઈને એ છએ આત્મરિપુઓને મારી એના ઉપર વિજય મેળવી લેવો જોઈએ. આ જ એક અમોઘ શસ્ત્ર છે.”