________________
૧૩
અત્રિ-અનસૂયાની વસેલ-સેવા મનુની બીજી પુત્રી આકૃતિનું રુચિ પ્રજાપતિ સાથે લગ્ન થયું. તેનાથી યજ્ઞ અને દક્ષિણે જગ્યાં. તેના બાર પુત્રો પૈકી અત્રિ તથા અનસૂયાનું દાંપત્ય સર્વત્ર મંગલ જેનારું અને સર્વના ગુણ ગ્રહણ કરી. સર્વ પ્રત્યે વાત્સલ્ય વર્ષાવનારું હતું. તેમનામાં મારા-તારાને ભેદ ન હતો. તેમની વિશ્વવત્સલ સાધનાથી આકર્ષાઈ સત્યના ત્રિવિધ સ્વરૂપ જેવા બ્રહ્મા, વિષ્ણુને મહેશ ચંદ્ર, દત્તાત્રેય અને દુર્વાસા રૂપે તેમના મેળે પ્રગટ થયા. તેમાં દત્તાત્રેયજી વિષ્ણુના અવતાર રૂપ હતા. દત્તાત્રેયે સર્વત્ર ગુણ જોઈ, ગુણ ત્યાં ગુરુશરણભાવ વહેતો કર્યો. આમ પરમાત્મા એકરૂપ હોવા છતાં ત્રિવિધ રૂપે પ્રગટ થયા.
આત્મા એક રૂપે તોયે, મુખ્ય ત્રિધા ભવે બને; જન્મ રક્ષા અને મૃત્યુ, આકારે ત્રિસ્વરૂપ તે. (પા. ૪૭)
આ કારણે પ્રભુભકિતનાં વજન, ભજન અને સેવન એવાં ત્રણ વરૂપ રહ્યાં છે.
(૨) ન્યાય-નીતિનું સ્થાપન
સતીનું સમર્પણ ભંજન, યજન અને સેવનથી પ્રભુમાં મન સ્થિર થાય છે, પણ પ્રભુનું કાર્ય તો અન્યાય-અનીતિ રૂ૫ અધર્મનું નિવારણ કરી ન્યાયનીતિ રૂપ ધર્મ સ્થાપનાનું છે. એ કાર્ય મનુની ત્રીજી પુત્રી પ્રસુતિ જે દક્ષ પ્રજાપતિને આપી હતી તેની પુત્રી સતીએ કર્યું. ભગવાન શંકરને વજ્ઞભાગ ન આપીને મદાંધ પિતાએ ભગવાન શંકર પ્રત્યે જે સામાજિક અન્યાય કર્યો હતો તેના નિવારણ માટે સ્વયં અગ્નિમાં આહુત થઈને સતીએ ન્યાય-મૂલ્યની તટસ્થ ભાવે પ્રતિષ્ઠા કરી.