________________
આત્માથીની પુરુષાર્થ-કથા છે. આમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માનવીય અને દિવ્ય પુરુષાર્થોની ભૂત, વર્તમાન અને ભાવ ક્ષિતિજેને આંબવાને ભાગવતને પ્રયાસ છે. એટલે એના ક્ષેત્રની ક્ષિતિજ અંત જ નથી; પરંતુ એ અવ્યકત અનંતને વ્યક્ત કૃષ્ણના સગુણ સાકાર વૈષ્ણવી અવતારથી આકારીને બેનમૂન શિલ્પ જેવી કૃતિને કંડારીને વ્યાસજીએ એક અને અનંતને તાળો મેળવ્યો છે. વ્યક્તિ સમાજ અને સમષ્ટિ, એકાત્મા, અનંત અસંખ્ય જીવાત્મા અને પરમાત્માના સુસંવાદી તાલના એકરાગી રાસ–રસને જે વર્ણવે છે તે જ કૃષ્ણના ગ્રંથાવતાર પ્રેમરસ રૂપે ભાગવત છે. જીવનનાં સર્વ પ્રશ્ન અને ક્ષેત્રને તે સ્પર્શી જાય છે. સમગ્ર જીવનના અનુબંધને જોડનાર, વ્યવસ્થિત કરનાર, તૂટેલા અનુબંધને સાંધનાર અને જીવનનું સર્વાગી
ધન કરનાર ગ્રંથાવતાર ભાગવતને સંતબાલે ધર્માનુબંધ રૂપે આલેખીને કૃષ્ણ અને ભાગવતની અનેખી શૈલીનું પિતાની રીતે નિરૂપણ કર્યું છે. તેમાં મૌલિક તવો અને મૂળ ભાવોને એવાં તો અકબંધ જાળવ્યાં છે કે વાચક ભાગવતનું અધ્યયન ને નિદિધ્યાસન કરતાં કરતાં સ્વયંને કૃષ્ણપ-કૃષ્ણકાર કે કૃષ્ણમય ભાવોમાં સહેજે લયલીન કરી પ્રભુ સાથે અનુસંધાન સાંધી દે છે અને એ જ એનું મહત્વનું ને મુખ્ય કાર્યક્ષેત્ર છે.
ભાગવતનું વસ્તુ ધર્મ-સંસ્થાપન અને ધર્મની રક્ષા
ભાગવતનું વસ્તુવિધાન જીવનવિકાસનું આરોહણ કરાવતા પ્રભુના અવતાર પર રચાયું છે. અવતારોનું કાર્ય દુષ્ટાનું દમન કરી, સંતોનું રક્ષણ કરી ધર્મસંસ્થાપન કરવાનું છે. ચોવીસ અવતારમાં શ્રીકૃષ્ણાવતારને ભાગવતે પૂર્ણાવતારી રૂપે પ્રગટ કર્યો છે.
અવતારે પુરાણમાં, દશ-વીસ જે કહ્યા; તે પૈકી શ્રેષ્ઠ સર્વાગી, પ્રભુ શ્રીકૃષ્ણજી રહ્યા.