________________
કરી વિશ્વને ધર્મ દૃષ્ટિએ સમાજ રચવા પ્રેરે છેઃ
અવ્યકત નીતિ ને ન્યાય, વ્યકત વિશ્વશાંતિને,
મેળવે તાલ બને, પ્રવેગકાર સંત તે. (પા. ૨૪), યુગપુરુષ કૃષ્ણ અને ગાંધીજી યુગાવતારી પ્રગકાર હતા. એથી જ એમની કથા યુગે યુગે સર્વાગી સમાજ-સાધનાનું પ્રેરક બળ બની રહે છે. તે વ્યક્તિ તથા સમાજનું શ્રેય કરવા ઉપરાંત મોક્ષપ્રાપ્તિ સુલભ બનાવે છે; કેમ કે
વ્યકિત-સમાજ બન્નેની સાધના સમતોલતા, હોય છે તે જ સર્વાગી મોક્ષપ્રાપ્તિ થતી યથા. વ્યક્તિની સાધના કિંતુ અહીં એકાંગિની બની, તેથી આ રાષ્ટ્રમાં આજે સમાજ સાધના પ્રતિ, આપવા ઝોક મુખ્યત્વે સર્વાગી સાધના ભણું, ભાગવત–પ્રભુ પૂર્ણ શ્રીકૃષ્ણની કથા કહી. (પાન ૩૪)
ભાગવતને કાર્યપ્રદેશ બ્રહ્માએ અવ્યકતમાંથી વ્યક્ત સૃષ્ટિ સર્જવા મનુ અને શતરૂપાને પોતાના અંગમાંથી પ્રગટ કર્યા. મનુને પાચ સંતાને થયાં; બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, તેમ જ ત્રણ પુત્રીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસુતિ. આકૃતિ રુચિ પ્રજાપતિને, દેવહૂતિ કર્દમજીને અને પ્રસુતિ દક્ષ—પ્રજાપતિને પરણી. એમના સંતાનોથી આખું જગત છલકાઈ ગયું. ભાગવતમાં અનુપુત્રો મનુષ્યો, દિતિના દૈત્ય, અદિતિના દેવો તથા અવતારી અને વિભૂતિઓનાં જીવનની કથા આલેખી છે. ખરી રીતે તે તે કથા માનવકુળના ઇતિહાસની વિકાસયાત્રા છે; દેવ, દાનવ અને માનવમાં પડેલા શુભાશુભ ભાવોની સંગ્રામ-કથા છે અને શુભાશુભથી ઉપર ઊઠી શુદ્ધ આત્મતત્વમાં રત રહેનારા