________________
સ૬૪ રિદ્ધિ-સિદ્ધિઓ જન્મ, પણ તેમને ઉપયોગ કરવાનું સહેજે ટાળી નાખ્યું. હરિમય જગત પૃથુરાજ માટે હવે કુદરતી રીતે બની ગયું. જયાં લગી આવી સ્થિતિ ન થાય, ત્યાં લગી ગમગે કે ધ્યાનમાગે ગમે તેટલો પુરુષાર્થ થાય, તોયે મેહજન્ય પ્રમાદ અંશે પણ રહી જ જતે હોય છે. પૃથુરાજા હરિમય બનતાં શરીરનો અંચળા સ્વાભાવિકપણે ઊી ગયા. આસતિને કારણે જે સુક્ષ્મ-સ્થૂળ શરીર બંધાયું હતું, તે પરિપૂર્ણ અનાસક્તિને કારણે છૂટી ગયું. આ વખતે આખાયે જગત સાથેની જે જીવની ચેતના હતી, તે સૌની સાથે પ્રત્યક્ષ સંબંધની જેમ ઋણાનુબંધ પૂર્ણ પણે, આમ અનાયાસે ચુકવાઈ ગયા. આ રીતે પૃથુરાજા હરિના અંશાવતાર હતા, તે અંતે પણ હરિમાં વિલીન થયા.”
મહાત્મા વિદુરજી ક્ષત્રિય, બ્રાહ્મણ, ઋષિ-મુનિ તથા છેવટે બ્રહ્મમય એવો આ આખેય જીવનક્રમ સાંભળે આનંદ વિભોર બની
ગયા.
હવે મરોય બોલ્યા: “સાંભળી લે જરા વિદુરજી ! પૃથુપત્ની અને બીજી કશી જ સાધના ન કરવી પડી. સાચી સ્ત્રીને પતિ સમપિત ભક્તિથી બધી જ સાધનાનું માખણ આપે આપ મળી જાય છે. કારણ કે તન, મન અને ચેતન સાથેના સમપર્ણ કરતાં બીજી કોઈ વિશિષ્ટ સાધના આખાયે જગતમાં કશી નથી. અચિ એવી મહાન નારી બની ગઈ. જેની પરમસ્તુતિ કરીને સ્વર્ગલોકનાં દેવદેવીઓ પણ ધન્ય ધન્ય બની ગયાં. પૃથુ મહારાજાએ પરમ પુરુષાર્થ અને કઠોરથીયે કઠોર તપથી જે માંડમાંડ મેળવ્યું, તે જ પરમાત્મપદ પૃથુપત્ની અચિને સર્વથા સમર્પણ માત્રથી મળી ગયું. અંતે સૌથજી વદ્યાઃ આ બને મહાન વિભૂતિઓનું વિસ્તૃત વર્ણન મેં આપ આગળ વિદુરજી! માત્ર એટલા માટે નથી કર્યું કે તે બન્ને મહાનુભાવોનાં જીવન-ચિંતનથી આપનું જ કલ્યાણ થાય ! આ બંનેની જીવને જેઓ અનાસકતભાવે અને એકાગ્રતાપૂર્વક સાંભળશે