________________
૭૮
સાધને તરફ ભગવાનની કૃપાથી લાગ્યા. ઇન્દ્ર તે પૃથુરાજાને ચરણે પડી ગયે; કારણ કે યજ્ઞમાંના પશુનું હરણ કરવાની છે જે ભૂલ કરેલી તે એ રીતે સુધારી. આમ જોતાં દેવો કરતાં માનવતા જ છતી ગઈ. પ્રજાજને એ પૃથુરાજાના ધર્મકૃત્યની અત્યંત પ્રશંસા કરી નાખી. બસ, તેવામાં જ ત્યાં સૂર્ય સમાન તેજસ્વી અને પ્રતાપી ચારેય મુનિશ્વર પધારી ગયા. પૃથુરાજાએ અત્યંત ભાવપૂર્વક પ્રણામ કરીને સનકાદિક ચારેય ઋષિઓનાં સ્તુત્ય વચને ગ્રહ્યાં. પ્રત્યુત્તરમાં તે ચાર પૈકીના એક શ્રી સનતકુમાર બેલ્યાઃ માનવી માત્રને મુખ્ય હેતુ તે મોક્ષ માર્ગે જવું અને એ માર્ગમાં આવવા માટે એગ્ય એવાં બીજાં માનને માર્ગ સરળ બનાવી દે એ છે. રાજાજી ! તમે આવા રાજવીને ફાળે આવેલી કુદરતી સેવા સારી પેઠે બજાવી છે, અને આગળ ઉપર બજાવવાના છે, જે જાણુને તમને અમે અંતરને ધન્યવાદ આપીએ છીએ.” આ સાંભળીને સહજ નમ્ર એવા પૃથુરાજાએ; તે ચારેય બ્રહ્માજીના પુત્રોને ભારે આભાર માન્યો અને કહ્યું “જેમ શ્રી હરએ મુજ રંક પર કરુણા કીધી અને દર્શન આપ્યાં, તેમ આપ દયાળુ પુરુષોએ પણ એ ઈશ્વરી કૃપા ઉપર મહેર–છપ મારી દીધી ! અને કષ્ટ લઈને પધાર્યા તે બદલ આપને હું બહુ જ ઋણી છુ.” ત્યાર બાદ ઘેડી ઉપદેશાત્મક વાત કરીને તેઓ (ચારેય મુનીશ્વર) પાછા સ્વસ્થાને જવા વિદાય થઈ ગયા.”
ગેયજી બોલ્યા : “વહાલા વિદુરજી ! ભગવાન, મહામુનિઓ અને પ્રજાના આશીર્વાદે તથા સ્વ-પુરુષાથે વર્ષો લગી અનાસક્તપણે ભેગ ભેગવવા છતાં પૃથુરાજ સતત ઈશ્વરી કૃત્યરૂપ પોતાની રાજય ફરજ બજાવતા રહ્યા ! તથા છેવટે પોતાને રાજ્ય-ભાર પોતાના ગ્ય પુત્રોને સોંપીને પિતે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી તપસ્યા માટે પધારી ગયા.”