________________
૪૫
આગળ વધે છે. બાકી મોટા ભાગના જીવો તો સુંદર માનવજન્મ, ભરપૂર જુવાની, સત્સંગ અને ધર્મમય વાયુમંડળવાળું સાધનક્ષેત્ર મળવા છતાં એ બધાં સાધનનો સદુપયોગ કરવાને બદલે દૂરપયોગ જ કરે છે અને વળી પાછા ચોરાસી લાખ છવયોનિની ગતિમાં ફેરા ફર્યા કરે છે. જેઓ સન્માર્ગે વળે છે, તેમાં પણ કેટલાંયે ઋષિમુનિઓ અથવા સાધક-સાધિકાઓ આસક્તિને કારણે કર્મ, જપ, તપ વગેરે તે સારી પેઠે કરે છે, પણ સ્વર્ગમાં જઈ વળી પાછા ચોરાસીના ફેરામાં પડી જતાં હોય છે. આખરે સ્વર્ગલોક પણ ભલે ઊચા પ્રકારનું ગણાતું હોય પરંતુ, તે આખરે તે છે માત્ર બાહ્ય સુખ જ. બાહ્ય સુખથી લલચાવું નહીં. તેમ કરવાથી આમા જે સુખ ઝંખીને આ બધી સાધના કરે છે, તે સુખ તે એને મળતું જ નથી. માટે જ પૂજ્ય માતાજી ! મારી તો આપને એ જ વિનંતિ છે કે અનંત પ્રકારનાં પુણ્યને કારણે આપને આ સંગેમાં ઈશ્વરાભિમુખ વિચારો સૂઝયા છે અને આપે એ જ પાયાને પ્રશ્ન ઉઠાવ્યો છે; તો આપને મારી એ જ વિનંતિ છે કે એકમાત્ર ભગવાનનું જ મન, વાણી અને શરીરથી ભજન કરે ! મારા નમ્ર મતે તે ભગવાન વાસુદેવનું લક્ષ્ય રાખી કરેલી ભક્તિ તરત જ સાંસારિક બાબતોથી વિરક્તિ અને બ્રહ્મસાક્ષાત્કારરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી આપે છે. આ માર્ગ જેઓનું હૃદય ઉન્નત છે અને મન સરલ અને પવિત્ર છે, તેવાં સાધિકાઓને માટે તો સાવ સહેલો છે. કરવાનું માત્ર આટલું જ કે શરીર છે તો એને લગતાં કાર્યો તે કરવાં જ, પણ ઈશ્વરાપર્ણ બુદ્ધિથી. એમ થશે તે આસક્તિ આપોઆપ દૂર થઈ જશે અને સર્વત્ર ભગવાનમય જગત દેખાવાથી સમત્વબુદ્ધિ સહજમાં નીપજશે. અનંત કાળે યોગીજને જે નથી પ્રાપ્ત કરી શકતા, તે અવશ્ય આથી સહેજમાં પ્રાપ્ત થઈ જાય છે. આમ તે ભગવાન એક જ છે, એમ છતાં સાધક-સાધિકાએને વિવિધ કક્ષાએ વિકાસ-ક્રમ યોજાતો હોવાથી ભક્તિ-સાધનાને પણ એ દષ્ટિએ વિવિધ પ્રકારે થાય, તેમાં વધે નથી.” ગૌત્રેયજી