________________
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
૮૬
– “યશોવર્ધની વિશેષણ વડે દેવીને યશોદા' કહી છે. - આ વિશેષણો અન્યત્ર પણ મહાદેવીને અપાયેલા છે.
• ના વિ ! વિનય - હે દેવી ! તું જય પામ ! વિજય પામ ! તું જયવતી થા, વિજયવતી થા.
- હે દેવી ! તું જય પામ અને વિજય પામ' - આ વિશેષણો વડે જયા દેવી અને વિજયા દેવીનો નિર્દેશ કરાયો છે.
૦ ગાથા-૧૧નો અર્થ અન્વય પદ્ધતિથી – નય વિનયસ્વ - જય પામ !, વિજય પામ ! – આ જય વિજય ક્યાં પામે ? - જગતમાં, જગતને વિશે. - કોણ જય-વિજય પામે ? - હે દેવી ! તું. – જેનો જય-વિજય કહ્યો તે દેવી કેવા છે ? તે કહે છે. (૧) જિનશાસન પ્રત્યે ભક્તિભાવવાળા.
(૨) શાંતિનાથ ભગવંતને ભાવપૂર્વક નમસ્કાર કરનાર સમુદાયને શ્રી, સંપત્તિ, કીર્તિ અને યશની વૃદ્ધિ કરનારી.
૦ “શ્રી' પદથી શોભા, સૌંદર્ય ગ્રહણ કરવા.
૦ “સંપતુ' પદથી લક્ષ્મી, વિવિધ પ્રકારની સંપત્તિઓ જેવી કે ઘર, ખેતર, બાગબગીચા, ઢોરઢાંખર, નોકર ચાકર વગેરે.
૦ “કીર્તિ પદથી પ્રશંસા, વખાણ આદિ ગ્રહણ કરવા. ૦ ‘યશ' પદથી મોટી પ્રસિદ્ધિ, ખ્યાતિ આદિ ગ્રહણ કરવા.
૦ હવે ગાથા-૧૨ અને ૧૩ને સંયુક્તપણે જણાવવા દ્વારા આ નવરત્નમાલાની સ્તુતિ છઠી અને સાતમીને વર્ણવે છે.
• સરિતાનતિ-વિષ-વિપયર-પ્રદ-રાગ-રોગ-રા-મોતઃ - જળ, અગ્નિ, ઝેર, સાપ, દુષ્ટ ગ્રહો, રાજા, રોગ અને લડાઈ એ આઠ પ્રકારના ભયથી.
૦ “સલિલભય' - પાણીનો ભય, પાણીનાં પૂર, સમુદ્રી વાવાઝોડું. ૦ “અનલભય' - અગ્નિનો ભય, દાવાનળ, ઉલ્કાપાત આદિ. ૦ “વિષભય' - સ્થાવર-જંગમ બંને પ્રકારના ઝેરનો ભય. ૦ “વિષધર ભય' - જુદી જુદી જાતના સાપોનો ભય. ૦ 'દુષ્ટગ્રહ ભય' - ગોચરાદિમાં રહેલા અશુભ ગ્રહોનો ભય. ૦ “રાજા ભય' - રાજા કે રાજ્ય તરફથી થતો ભય. ૦ “રોગભય' કોઢ, જ્વર, ભગંદર આદિ મહારોગોનો ભય. ૦ “રણભય' - યુદ્ધ, લડાઈ, સંગ્રામાદિનો ભય.
• રાક્ષસ-રિપુરા-મારી-વતિ-જાપવિઃ રાક્ષસ, શત્રુસમૂહ, મરકી, ચોર, સાત પ્રકારની ઇતિ, શિકારી પશુઓ વગેરેના ઉપદ્રવોથી કે તેમના ભયથી.
૦ 'રાક્ષસ' રાક્ષસ - વ્યંતર જાતિ વિશેષનો ઉપદ્રવ કે ભય, ૦ ‘રિપુગણ’ શત્રુસમૂહ - સૈન્યનો ઉપદ્રવ કે ભય.