________________
લઘુશાંતિ-સ્તવ-વિવેચન-ગાથા-૧૦, ૧૧
૮૫
– “નમઃ અસ્તુ' - એટલે નમસ્કાર થાઓ (ગાથા-૯ મુજબ) – કોને નમસ્કાર ? હે દેવી ! તમને. – પણ જેને નમસ્કાર કર્યો તે દેવી કેવા છે ? - વિશેષણ કહે છે. (૧) સામાન્ય ઉપાસકોના કલ્યાણને કરનારી.
(૨) સમ્યગ્દષ્ટિવાળા જીવોને ધૃતિ, રતિ, મતિ, બુદ્ધિ આપવાને નિરંતર તત્પર અથવા ઉદ્યમવંત.
– જેઓ માત્ર ઓઘસંજ્ઞાથી-સામાન્યથી ઉપાસના કરે છે તેને “ભક્તજંતુ” કહેવાય છે. દેવી તેને સાધનની પ્રાપ્તિ કરી આપે છે.
– આ રીતે ગાથા-૮માં શ્રી સંઘને અને સાધુ સમુદાયને ત્યારપછી ગાથાલ્માં બે પ્રકારના ઉપાસકોને અને ગાથા-૧૦ના પૂર્વાર્ધમાં ત્રીજા પ્રકારના ઉપાસકને દેવી કેવા કેવા લાભો પહોંચાડે છે, તે જણાવ્યા પછી ગાથા-૧૦ના ઉત્તરાદ્ધમાં સમ્યગદૃષ્ટિ જીવોને કેવો લાભ દેવી આપે છે, તેનું વર્ણન કરે છે–
– સમ્યગૃષ્ટિ જીવો દેવીની ઉપાસના પરત્વે વિશેષ લક્ષ્યવંત હોતા નથી, તો પણ તેનું આરાધન કરવાથી દેવી તેમને ધૃતિ, રતિ, મતિ અને બુદ્ધિ આપે છે, જે સમ્યગુદૃષ્ટિ જીવોને સ્થિરતામાં ઉપયોગી છે.
૦ હવે નવરત્નમાલાની પાંચમી સ્તુતિ ગાથા-૧૧ વર્ણવે છે. • જિનશાસન-નિતાનાં- જૈન શાસનમાં પ્રેમવાળા, જૈનધર્મમાં અનુરક્ત
તત્પર.
૦ જિન' એટલે રાગાદિ દોષોને જીતનાર અરિહંત ભગવંત. ૦ “શાસન' એટલે આજ્ઞા, ઉપદેશ, પ્રવચન. ૦ ‘નિરત' એટલે આસક્ત, અનુરા, ભક્ત.
• શાંતિ-નતાનાં ગતિ ગાનતાનાં - તથા શાંતિનાથ ભગવંતને નમસ્કાર કરનાર-નમનાર આ જગતમાં જનસમુદાયોની.
૦ “શાંતિ' એટલે સોળમાં તીર્થકર શાંતિનાથ ભગવંત. ૦ “નત' એટલે નમેલા, નમસ્કાર કરેલા ૦ “જનતા' એટલે જનસમુદાય ૦ જગતિ- જગતમાં.
• શ્રી-સમ્પત્-ર્તિ-યશ-વર્તન - લક્ષ્મી, સંપત્તિ, કીર્તિ અને યશને વધારનારી (દેવી !).
૦ “શ્રી' એટલે શોભા, લક્ષ્મી. ૦ “સંપતુ સંપત્તિ, ઋદ્ધિનો વિસ્તાર, ૦ ‘કીર્તિ કીર્તિ, શ્લાઘા, ખ્યાતિ ૦ યશ' યશ, સર્વત્ર પ્રસિદ્ધિ
૦ વર્ણની – વધારનારી – અહીં “શ્રીવર્તની' વિશેષણથી દેવીને “શ્રીદેવતા' કહી છે. – “સંપતુવર્ણની' વિશેષણ વડે દેવીને “રમા' કહી છે. – “કીર્તિવર્ધની' વિશેષણ વડે દેવીને “કીર્તિદા કહી છે.