________________
૬ ૨
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૪ શાંતિનાથ ભગવંતનું આ સ્તવન, ભક્તિ કરનારા મનુષ્યના પાણી વગેરેના ભયને નાશ કરનાર તથા શાંતિ આદિને કરનારું છે.
(૧૭) જે (ભક્તજન) હંમેશા (વિધિપૂર્વક) આ સ્તવનને ભણે છે, વિધિપૂર્વક સાંભળે છે, વિધિપૂર્વક મનન કરે છે તેઓ તથા આ સ્તવના રચયિતા શ્રી માનદેવસૂરિ પણ શાંતિ પદને પામે.
(૧૮) શ્રી જિનેશ્વર પરમાત્માનું પૂજન કરવાથી ઉપસર્ગો નાશ પામે છે, વિદનરૂપી વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્નતાને પામે છે.
(૧૯) સર્વ મંગલોમાં મંગલરૂપ, સર્વ કલ્યાણનું કારણ અને સર્વ ધર્મોમાં પ્રધાન એવું જૈનશાસન જયવંતુ વર્તે છે.
શાંતિ - શાંતિના શાંત - રાગદ્વેષરહિત અશિd - ઉપદ્રવ સ્તોતુઃ - સ્તુતિ કરનારની નિમિત્ત - કારણરૂપ શાંતયે - શાંતિને માટે
i શબ્દજ્ઞાન :શાંતિ - શાંતિનાથને નિશાંત - સ્થાનરૂપ શાંત - શાંત થાય છે નમસ્કૃત્ય - નમસ્કાર કરીને શાંતિ - શાંતિના મંત્રપૈદે: - મંત્રોના પદ વડે સ્તૌમિ - હું સ્તુતિ કરું છું ઓમિતિ – % એવું નમો નમો - વારંવાર નમસ્કાર અતિ - યોગ્ય શાંતિજિનાય - શાંતિજિનને યશસ્વિને - યશવાળાને દમિનાં - મુનિઓના સકલ - સંપૂર્ણ મહાસંપત્તિ - મોટી સંપદા વડે શસ્યાય - પ્રશંસવા યોગ્ય પૂજિતાય - પૂજેલા શાંતિદેવાય - શાંતિનાથને સર્વામર - સર્વ દેવતાઓના સ્વામિક - તેમના સ્વામી વડે નિજિતાય - નહીં જિતાયેલા જન - પ્રાણીઓનું ઉદ્યતતમાય - ઘણા સાવધાન નમ: - નમસ્કાર થાઓ
નિશ્ચિત વચસે -નિશ્ચય વચનવાળા ભગવતે - ભગવંતને પૂજામ્ - પૂજાને જયવતે - જિતનારા સ્વામિને - સ્વામિને
અતિશેષક - ચોત્રીશ અતિશય સમન્વિતાય - સહિત રૈલોકય - ત્રણ લોક નમોનમ: - વારંવાર નમસ્કાર
સુસમૂહ – સમૂહ સહિત સંપૂજિતાય - પૂજાએલા ભુવન - ત્રણ ભુવનના પાલન - પાલન કરવામાં સતત – હંમેશાં તમે - તેમને