________________
લઘુશાંતિ-સ્તવ-અર્થ
ભગવંતને મારા નમસ્કાર થાઓ)
(૬) જેના (જે શાંતિનાથ ભગવંતના) પૂર્વે કહેલા નામ રૂપી મંત્ર વડે (તથા) સર્વોત્કૃષ્ટ વચનના ઉપયોગથી સંતુષ્ટ થયેલી વિજયાદેવી લોકોનું હિત કરે છે. તથા (આગળ કહેવાશે) એ પ્રમાણે સ્તુતિ કરાયેલ છે. તે શાંતિનાથ ભગવંતને તમે નમસ્કાર કરો.
(૭) “હે ભગવતિ વિજયા અને સુજયા !, અન્ય દેવોથી ન જિતાયેલી એવી હે અજિતા ! કોઈ સ્થાને પરાભવ ન પામેલી હે અપરાજિતા ! તમો પૃથ્વીને વિશે વિજય પામો." - આ પ્રમાણે સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને જય આપનારી હે દેવીઓ ! તમોને નમસ્કાર થાઓ.
(૮) ચતુર્વિધ એવા સર્વ સંઘને પણ સુખ, ઉપદ્રવરહિતપણું અને મંગલને દેનારી, સાધુઓને હંમેશાં નિરુપદ્રવપણું તથા ચિત્તશાંતિ અને ધર્મની પુષ્ટિ કરનારી એવી (હે દેવી!) તમે જય પામો.
(૯) ભવ્ય પ્રાણીઓને સિદ્ધિ દેનારી, ચિત્તની સમાધિ તથા મોક્ષની જનનિ તથા પ્રાણીઓને નિર્ભયપણું આપવામાં તત્પર તેમજ કલ્યાણને આપનારી એવી (હે દેવી !) તમને નમસ્કાર થાઓ.
(૧૦) ભક્ત જીવોનું કલ્યાણ કરનારી, સમ્યગુદૃષ્ટિ જીવોને ધીરજ, પ્રીતિ, મતિ અને બુદ્ધિ આપવા માટે હંમેશાં તત્પર એવી હે દેવી! (તથા) (આ ગાથાનો સંબંધ ગાથા-૧૧ સાથે છે.)
(૧૧) જૈન શાસનમાં નિરત-પ્રીતિવાળી તથા શાંતિનાથ પ્રભુને નમસ્કાર કરનાર આ જગતના જનસમુદાયોની લક્ષ્મી, સંપત્તિ, કીર્તિ અને યશને વધારનારી એવી છે જયદેવી ! તમે વિજય પામો.
(૧૨) + (૧૩) - જળ, અગ્નિ, ઝેર, સર્પ, દુષ્ટ એવા ગ્રહો - રાજા-રોગ અને યુદ્ધનો ભય, રાક્ષસ, શત્રુઓનો સમૂહ, મરકી, ચોર, ઇતિ (સાત પ્રકારે છે - અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉદર, તીડ, પોપટ, સ્વચક્રભય, પરચક્રભય) અને શિકારી પશુ વગેરેના ભયથી - (એ બધાંથી હે દેવિ !).
હવે રક્ષણ કર, રક્ષણ કર, અતિશય નિરૂપદ્રવપણું કર, એ પ્રમાણે હંમેશા માટે શાંતિ કરો, સંતોષ કરો, પુષ્ટિ કરો અને હે દેવી ! તમે કલ્યાણ કરો.
(૧૪) હે ભગવતિ ગુણવતિ (દેવી !) તમે આ જગતના લોકોને કલ્યાણ, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ અને કુશળને વારંવાર કરો.
» રૂ૫ અર્થાત્ જ્યોતિસ્વરૂપિણી હે દેવી ! હૉ હીં ઇત્યાદિ મંત્રાલરોથી યુક્ત તમને વારંવાર નમસ્કાર થાઓ.
(૧૫) એવી રીતે જેમના નામાક્ષર મંત્રપૂર્વક સ્તુતિ કરાયેલી જયા દેવી, શ્રી શાંતિનાથને નમસ્કાર કરનારા જીવોને શાંતિ કરે છે, તે શાંતિનાથ પરમાત્માને વારંવાર નમસ્કાર થાઓ.
(૧૬) એ પ્રમાણે પૂર્વ આચાર્યોએ બતાવેલા મંત્રોના પદોથી ગર્ભિત એવું