________________
પ
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
'વરકનક' સ્તુતિ સામતિ-શત-જિનવંદન *
- સૂત્ર-વિષય :
આ સૂત્રમાં જુદા જુદા વર્ણના દેહને ધારણકર્તા એવા અને સર્વ ક્ષેત્રોમાં એકી સાથે વધુમાં વધુ સંભવતા એવા એકસો સીત્તેર તીર્થકરોને વંદના કરવામાં આવેલ છે.
| સૂત્ર-મૂળ :વરકનક-શંખ-વિદ્રમ, મરકત-ઘન-સક્રિભે વિગત-મોહં;
સપ્તતિશત જિનાનાં, સર્વામર-પૂજિતં વંદે | સૂત્ર-અર્થ :
ઉત્તમ કે શ્રેષ્ઠ એવા - સુવર્ણ (સોનું), શંખ, વિદ્ગમ (પરવાળાં), નીલમ અને શ્રેષ્ઠ મેઘ જેવા વર્ણવાળા અર્થાત્ પીળા, સફેદ, લાલ, હરિત-લીલા અને શ્યામ-કાળા વર્ણવાળા, મોહરહિત અને સર્વે દેવો વડે પૂજાયેલા એકસો ને સિત્તેર જિનેશ્વરોને હું વંદુ છું.
_n શબ્દજ્ઞાન :વર - ઉત્તમ, શ્રેષ્ઠ
કનક - સોનું, પીળો વર્ણ શંખ - શંખ, શ્વેત વર્ણ
વિદ્ગમ - પરવાળો, લાલ વર્ણ મરકત – નીલમ, લીલો વર્ણ
ઘન - મેઘ, કાળો વર્ણ સત્રિભ - સમાન, સરખા
વિગતમોહં - મોહરહિત સપ્તતિશત - એકસો સિત્તેર
જિનાનાં - જિનેશ્વરોની સર્વ - બધા, સઘળા
અમર - દેવો (વડે) પૂજિત – પૂજાયેલ
વંદે - હું વંદુ છું વિવેચન :
• વરકનક-શંખ-વિદ્રુમ-મરકત-ઘન-સન્નિભ - ઉત્તમ એવા સુવર્ણ, ઉત્તમ એવા શંખ, ઉત્તમ એવા પરવાળાં, ઉત્તમ એવા નીલમ અને ઉત્તમ એવા મેઘ જેવા (તે સમાન વર્ણવાળા).
અહીં પાંચ ઉત્તમ પદાર્થો દ્વારા પરમાત્માના વર્ણને જણાવવામાં આવેલ છે તે આ પ્રમાણે
(વર શબ્દ પાંચે પદાર્થો સાથે જોડીને અર્થ કરવાનો છે)