________________
અડ્ડાઈજ્જસુ-સૂત્ર-વિશેષ કથન
૫૩
ચરવળા ઉપર સ્થાપીને આ સૂત્ર બોલવાનો વિધિ છે અને આ સૂત્ર વડીલ શ્રાવક કે પૌષધવ્રતધારી શ્રાવક બોલે અને બાકીના શ્રાવકો મનમાં ધારણ કરે તે પ્રમાણેની પરંપરા છે.
સાધુ-સાધ્વીજીઓને આ સૂત્ર ‘શ્રમણપ્રતિક્રમણ’ અંતર્ગત્ બોલવામાં આવે
જ છે.
સૂત્ર માહાત્મ્ય
જૈન શાસનમાં દેવ, ગુરુ, ધર્મ એ ત્રણ તત્ત્વનું ઘણું જ મહત્ત્વ છે. આ ત્રણે પરત્વેની શુદ્ધ શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ શ્રાવકે ગ્રહણ કરેલું હોય છે. તેમાંના ગુરુ તત્ત્વ પ્રત્યેના પૂર્ણ આદર અને બહુમાનભાવનું મહત્ત્વ પ્રસ્થાપિત કરી, હૃદયમાં અવધારીને પૂજ્યભાવ પ્રદર્શિત કરવાના હેતુથી પ્રસ્તુત સૂત્રની યોજના થયેલી છે. તેથી તેને સાધુ વંદના કહે છે.
ન
મનુષ્ય વસ્તી અઢીદ્વીપમાં જ હોય. આ અઢીદ્વીપ એટલે મનુષ્ય ક્ષેત્ર, તેની બહાર મનુષ્ય વસ્તી ન હોય. તેમાં પણ અકર્મભૂમિમાં ધર્મનો લાભ કે વિરતિપણાનો સંભવ નથી, તેથી તેમની ઉપસ્થિતિ ફક્ત પંદર કર્મભૂમિઓમાં જ થાય છે. આ પંદર કર્મભૂમિઓમાં દ્રવ્યલિંગ અને ભાવલિંગને ધારણ કરનારા જે કોઈ સાધુઓ હોય તે સર્વે વંદનીય છે તેથી તે સર્વેને મન, વચન, કાયા વડે અહીં વંદના કરાઈ છે. જો કે કોઈ લબ્ધિધર સાધુ નંદીશ્વરદ્વીપ આદિ યાત્રાર્થે ગયેલા હોય ત્યારે તે મનુષ્યક્ષેત્રની બહાર હોવા છતાં પરમ વંદનીય જ ગણવાના છે. તેમજ ક્યારેક કોઈ વ્યંતરાદિ અપહરણ કરીને કોઈ સાધુને બહાર લઈ ગયા હોય તો તે પણ વંદનીય જ છે.
॥ સૂત્ર-નોંધ :
-
-
આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે.
-
આ સૂત્ર પરંપરાગત રીતે ગદ્યપાઠની માફક જ બોલાતુ જોવા મળે છે, પણ સૂત્ર બે ગાથામાં છે અને તે ‘‘ગાહા’' છંદમાં બનેલું એવું પદ્ય સ્વરૂપ છે. તેથી ‘ગાહા' છંદ પદ્ધતિ એ બોલવું જોઈએ.
આ સૂત્રનું આધારસ્થાન આવશ્યકસૂત્ર નામક આગમ છે. તે આવશ્યકસૂત્રના ચોથા અધ્યયનમાં ૩૪ માં સૂત્રરૂપે અને ‘શ્રમણસૂત્ર’ની અંતર્ગત્ અપાયેલ છે. જે અહીં સ્વતંત્ર સૂત્ર રૂપે રજૂ થયેલ છે.