________________
0 સંમિ - વંદુ છું
પર
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ કરી છે. જેનાથી સર્વથા પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતોનું ગ્રહણ તો થાય જ છે. એ સિવાય સર્વ સાવદ્ય પ્રવૃત્તિથી મન, વચન, કાયા વડે વિરમવું તેને પણ વિરતિ કહે છે.
આ રીતે વરિત્ત શબ્દના ત્રણ અર્થો બતાવ્યા (૧) ચારિત્ર, (૨) સંયમ અને (૩) વિરતિ. છતાં આ સૂત્રમાં ચારિત્ર અર્થની મુખ્યતા ગણી છે.
• તે સચ્ચે - તેને સર્વેને-બધાંને
– તે બધાં અર્થાત્ ઉપરોક્ત જે વિશેષણો કહ્યા, તે સર્વે વિશેષણો યુક્ત એવા સાધુમહારાજોને.
• સિરHI - શિર વડે, કાયા વડે, લલાટે કરીને – આવશ્યક વૃત્તિમાં કહ્યું છે – ‘શિરસી' રૂતિ ઉત્તમ • માતા - મન વડે, મનથી અર્થાત્ ભાવથી. - આવશ્યકવૃત્તિ મુજબ - મનસા તિ અન્ત:કરોન ૦ મત્ય - મસ્તક વડે
અહીં “મન્થણવંદામિ' પદથી હું વંદન કરું છું એટલો અર્થ જ અભિપ્રેત છે - તેમ સમજવું.
– અહીં શિર અને મન વડે વંદન કરું છું. એમ બોલતાં કાયા અને મન વડે વંદન થાય છે અર્થાત્ દ્રવ્યથી શરીર વડે અને ભાવથી અંતઃકરણ વડે વંદન થાય છે. વચનથી તો સૂત્ર ઉચ્ચારણ કરવાનું જ હોય છે.
૦ સૂત્રસાર અન્વય પદ્ધતિએ :વંવામિ અર્થાત “હું વંદન કરું છું' કઈ રીતે વંદન કરું છું ? - કાયા અને અંતઃકરણના ભાવપૂર્વક હું વંદન કરું છું. - વંદન કોને કર્યું ? જે કોઈપણ સાધુ છે - જેટલા સાધુ છે તેને
– આ સાધુઓ ક્યાં રહે છે ? અઢીદ્વીપ રૂપ મનુષ્ય ક્ષેત્રમાં આવેલ પંદર પ્રકારની - ભરતક્ષેત્ર આદિ કર્મભૂમિઓમાં.
- આ સાધુઓ કેવા છે? તેના ચાર વિશેષણો સૂત્રમાં મૂક્યા છે. (૧) રજોહરણ, ગુચ્છા, પાત્રાને ધારણ કરનારા. (૨) પાંચ મહાવ્રતને ધારણ કરનારા. (૩) અઢાર હજાર શીલના અંગોને ધારણ કરનારા (૪) અખંડિત એવા આચાર અને સંપૂર્ણ ચારિત્રથી યુક્ત. વિશેષ કથન :
આ સૂત્ર બે નામથી પ્રસિદ્ધ છે. (૧) સૂત્રના આદ્ય પદને આધારે “અઢાઇજેસુ' નામથી, (૨) સાધુને વંદનાની મુખ્યતા હોવાથી સાધુવંદન' નામે.
– પ્રતિક્રમણ ક્રિયામાં સ્થાન :
આ સૂત્ર શ્રાવક-શ્રાવિકાઓ જ બોલે છે. પ્રતિક્રમણમાં દેવસિક આદિ બધાં પ્રતિક્રમણોમાં બોલાય છે. બીજી વખત અપાતા ચાર ખમાસમણ બાદ જમણો હાથ