________________
પS
અડ્ડાઈજ્જસુ-સૂત્ર-વિવેચન
– પૂર્વોક્ત ૨૦૦૦ શીલના અંગોને આ ત્રણ યોગ વડે ગુણતા કુલ ૬૦૦૦ શીલના અંગો થયા.
- છઠો અને છેલ્લો ભેદ છે કરણ. આ કરણ વડે ગુણતા
(૬) કરણ ત્રણ ભેદે છે – (૧) કરણ, (૨) કરાવણ, (૩) અનુમોદન એટલે કરવું, કરાવવું અને અનુમોદવું.
- પૂર્વોક્ત ૬૦૦૦ ભેદ છે, તેને આ ત્રણ કરણ વડે ગુણતા શીલના કુલ ૧૮૦૦૦ ભેદ થયા.
આ અઢાર હજાર શીલાંગને શીલાંગરથરૂપે ઓળખાવાએલ છે. અમે આ ૧૮૦૦૦ ભેદનું વર્ણન આવશ્યકવૃત્તિમાં આપેલ સાલીપાઠ રૂ૫ ગાથાને આધારે કર્યું છે. પણ ૧૮૦૦૦ શીલાંગ રથ બીજી-બીજી રીતે પણ વર્ણવાયેલ છે.
• સરવયાયા-રિત્તા - અક્ષત આચાર અને ચારિત્રવાળા. - જેમનો આચાર અને જેમનું ચારિત્ર અક્ષત છે તેવા સાધુઓને.
– કેટલાક સ્થાને યથાર ને બદલે વિવુયાયર એવો પાઠ પણ નોંધાયેલ છે. પરંતુ આવશ્યક સૂત્ર-૩૪, તેની ચૂર્ણિ અને તેની વૃત્તિએ બધામાં ‘મવશ્વયાપાર' પાઠ જોવા મળે છે. વળી તેનું સંસ્કૃત રૂપાંતર સતાવાર જ નોંધાયેલ છે. તેથી અમે અહીં ‘વિયાધાર વરિત્તા' એવો જ પાઠ ગ્રહણ કરેલ છે.
૦ સવય એટલે અક્ષત, સંપૂર્ણ, અખંડિત. – આ શબ્દ “આયાર' અને “ચરિત્ત’ બંને સાથે જોડાયેલ છે. – “અકુખય આયાર' એટલે અક્ષત કે અખંડિત આચાર – “અકુખય ચરિત' એટલે અક્ષત કે અખંડિત ચારિત્ર. ૦ કીવર - આચાર પાંચ પ્રકારે છે–
(૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચારિત્રાચાર, (૪) તપાચાર અને (૫) વીર્યાચાર.
- આ પાંચે આચારના વર્ણન માટે સૂત્ર-૨ “પંચિંદિય" અને સૂત્ર-૨૮ “નાસંમિ દંસણૂમિ" જોવું.
૦ ઘરિત એટલે ચારિત્ર આ પદની વ્યાખ્યા વિવિધરૂપે જોવા મળે છે. પણ અહીં ચારિત્રના પાંચ ભેદોનું ગ્રહણ જાણવું–
- પ્રવચનસારોદ્ધાર આદિ ગ્રંથોમાં ચારિત્રના પાંચ ભેદો કહ્યા છે
(૧) સામાયિક ચારિત્ર, (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહારવિશુદ્ધિચારિત્ર, (૪) સૂક્ષ્મસંપરાયચારિત્ર, (૫) યથાખ્યાતચારિત્ર
– રિત પદથી સંયમ કે વિરતિ અર્થ પણ ગ્રાહ્ય છે. – સંયમ અર્થ લઈએ તો સંયમના ૧૭ ભેદોનું કથન આવે છે.
પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પાંચ અવતોનો ત્યાગ, ચાર કષાયોનો જય તથા મન, વચન, કાયાની વિરતિ,
- વિરતિ અર્થ કરીએ તો તત્ત્વાર્થસૂત્રકારે “વિરતિ એ વ્રત” એવી વ્યાખ્યા