________________
વરકનક' સ્તુતિ-વિવેચન
પપ
૦ નક્ક - શ્રેષ્ઠ સુવર્ણ જેવા એટલે પીત વર્ણવાળા ભગવંત. જેમકે - ભગવંત ઋષભદેવ, અજિતનાથ વગેરે આ ચોવીસીના સોળ તીર્થંકર પરમાત્મા પીત વર્ણના-સુવર્ણ સમ વર્ણના છે.
૦ શિવ - શંખ, દરિયામાં ઉત્પન્ન થતા એક બેઇન્દ્રિય પ્રાણીનું કલેવર વિશેષ. તેના જેવો વર્ણ એટલે શ્વેત વર્ણવાળા ભગવંત જેમકે આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીસીમાં ચંદ્રપ્રભસ્વામી અને સુવિધિનાથ બંને ભગવંત શ્વેત વર્ણના છે.
૦ વિદ્યુમ - એટલે પરવાળાં, એક પ્રકારે રત્ન વિશેષ તેના જેવા વર્ણના અર્થાત્ રક્ત વર્ણવાળા ભગવંત. જેમકે આ ભરતક્ષેત્રની આ ચોવીસીમાં પદ્મપ્રભસ્વામી અને વાસુપૂજ્ય સ્વામી ભગવંત રક્ત વર્ણની કાયાવાળા છે.
૦ મરજીત - એટલે નીલમ એક રત્ન વિશેષ તેનો વર્ણ હરિત અર્થાત્ નીલો છે. તેવા વર્ણવાળા. જેમકે આ ભરતક્ષેત્રની આ ચોવીસીમાં ભગવંત મલ્લિનાથ અને ભગવંત પાર્શ્વનાથ એ બંને નીલવર્ણાય છે.
૦ ઘન - એટલે મેઘ. તેના જેવા વર્ણવાળા અર્થાત્ શ્યામ વર્ણવાળા. જેમકે આ ભરતક્ષેત્રની આ ચોવીસીમાં ભગવંત મુનિસુવ્રત અને ભગવંત નેમિનાથ બંને શ્યામ વર્ણના છે.
૦ સન્નમું - સદેશ, ના જેવા, સરખા, તે વર્ણવાળા.
– અહીં પૂર્વનો વર શબ્દ અને પછીનો ત્રિમ શબ્દ એ બંને ને આદિ પાંચે પદો સાથે જોડવો. તેથી (૧) વરકનક સન્નિભં, (૨) વરશંખ સન્નિભ - એ પ્રમાણે પદો બનશે.
– વર્ણને જણાવતી આ સ્તુતિને ગુજરાતી સ્તુતિ કર્તાઓએ પણ પોતાની રચનામાં જણાવેલી જ છે. જેમકે(૧) “દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણ નીલા,
દોય નીલા દોય શામળ કહ્યા, સોળ જિન કંચનવર્ણ લહ્યા.” (૨) “વિદ્ગમવરણા દો જિગંદા ... ઇત્યાદિ.
ફર્ક માત્ર એટલો કે થોયના જોડામાં કે અહીં ઉપર જણાવેલા આ ચોવીસીના ભગવંતોમાં ફક્ત ચોવીસ જિનને આશ્રીને અમે પાંચે વર્ણના ભગવંતોના દૃષ્ટાંત આપેલા છે. જ્યારે પ્રસ્તુત સૂત્ર-૪૬માં ઉત્કૃષ્ટા એવા ૧૭૦ જિનવરોને આશ્રીને સ્તુતિ થઈ છે, પરંતુ તેમાં પણ વર્ણ તો આ પાંચ જ છે.
• વિત્ત મોહં - જેનો મોહ ચાલ્યો ગયો છે તેવા, મોહરહિત, નાશ પામેલો છે મોહ જેનો તે.
– જેમ ગાથાનો પૂર્વાદ્ધ “વરકનક..ઘનસત્રિભં” એ તીર્થંકર પરમાત્માનું વિશેષણ છે, તેમ આ “વિગતમોહ પદ પણ તીર્થંકર પરમાત્માના વિશેષણરૂપ છે.
• સતિરાતિ - એકસોને સિત્તેર, ૧૭૦. – આ સંખ્યાવાચી પદ પણ તીર્થંકર પરમાત્મા માટે જ વપરાયેલ છે.