________________
૨૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ વિશેષ વિવેચન સૂત્ર-૩૮માં કહ્યા મુજબ જાણવું.
- સ્ત્રીઓને બોલવાનો નિષેધ :
સાધ્વીગણ અને શ્રાવિકાઓને આ સૂત્ર બોલવાનો નિષેધ છે, તેને બદલે સ્ત્રીઓએ “સંસારદાવાનલની ત્રણ સ્તુતિ બોલવાની હોય છે - આ બાબત વિશેષ કથન માટે સૂત્ર-૩૮ "નમોસ્તુ વર્ધમાનાય' ખાસ જોવું. સ્ત્રીઓને આ સૂત્ર બોલવાના નિષેધનું કારણ તેમાં જણાવવામાં આવેલ છે.
૦ સૂત્રનો સામાન્ય સારાંશ :
ગ્રંથનો આરંભ, ધાર્મિક અનુષ્ઠાન આદિ ઇષ્ટ દેવના સ્મરણ-મંગલપૂર્વક કે સ્તુતિ મંગલપૂર્વક કરવામાં આવે છે. તે જ રીતે તેની પૂર્ણાહુતિ થતાં પણ સ્મરણમંગલ કે સ્તુતિમંગલ કરવામાં આવે છે. આ શિષ્ટાચાર મુજબ પ્રાતઃકાળમાં કરતા રાત્રિ પ્રતિક્રમણમાં પણ છે આવશ્યકો પૂરા થતાં અંત્યમંગલ રૂપે આ સ્તુતિ બોલાય છે.
પહેલી સ્તુતિ શ્રી મહાવીર પરમાત્માની કરવામાં આવી છે કેમકે તે વર્તમાન જૈન શાસનના નાયક અને અધિકૃત જિન છે, ત્યારપછી સ્તુતિના બંધારણ અનુસાર બીજી સ્તુતિ સર્વ જિનેશ્વરોને ઉદ્દેશીને કરવામાં આવી છે અને ત્રીજી સ્તુતિ દિન આગમ અર્થાત્ શ્રતને આશ્રીને કરવામાં આવી છે. આ જ પદ્ધતિએ પૂર્વે સૂત્ર-૨૦ “કલ્લાણ કંદ" અને સૂત્ર-૨૧ “સંસાર દાવાનલ', સૂત્ર-૩૮ “નમોસ્તુવર્ધમાનાય''ની રચના થયેલ છે. (સ્તુતિના બંધારણનું વિવેચન સૂત્ર-૨૦માં જોવું)
પ્રભુના મુખરૂપી કમળનું દર્શન-સ્મરણ માંગલિક અને પવિત્ર હોવાથી પહેલી સ્તુતિમાં તેને સ્થાન અપાયું, બીજી સ્તુતિમાં સર્વ જિનેશ્વરોના સ્મરણપૂર્વક શિવસુખની માંગણી કરવામાં આવી અને ત્રીજી સ્તુતિમાં જિનાગમની મહત્તા વર્ણવી તેને નમસ્કાર કરાયો છે.
I સૂત્ર-નોંધ :- આ સૂત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલ છે.
- આ સૂત્ર આવશ્યક આદિ કોઈ આગમમાં જોવા મળતું નથી, પણ ધર્મસંગ્રહ, બાલાવબોધો આદિમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે, માટે તે પ્રાચીન હોવાના પુરાવા મળે છે તેમ ચોક્કસ માનવું પડે.
– હર્ષોલ્લાસ વ્યક્ત કરવાનો હોઈ આ સ્તુતિ મધુર સ્વરે અને ઉચ્ચાર ક્ષતિ ન થાય તેમ બોલવી જોઈએ.
—
X
-
X