________________
“વિશાલ-લોચન-દલ” સૂત્ર-વિવેચન
૨૫ (૪) આકાશ સ્થિત ચંદ્ર રાત્રે જ ઉદય પામે છે અથવા તિથિ મુજબ અમુક સમયે ઉગીને અમુક સમયે આથમે છે જ્યારે આ જિનાગમ રૂપી ચંદ્ર એવો છે કે જે સદા ઉદય પામેલો જ રહે છે.
(૫) આકાશના ચંદ્રને સામાન્ય જન નમે છે, જ્યારે આ જિનાગમ રૂપી ચંદ્રને પંડિત-વિદ્વાનુજન નમસ્કાર કરે છે.
(૬) આકાશી ચંદ્ર એ જ્યોતિષ્ક દેવના વિમાન રૂપ છે જ્યારે આગમ રૂપ ચંદ્ર જિનેશ્વર ભાષિત વાણીસુધાથી નિર્મિત છે.
- આ કારણથી જિનાગમ રૂપી ચંદ્રને અપૂર્વ-અનુપમ કહ્યો છે. - પ્રાત:કાળે સ્તુતિ કરવા યોગ્ય છે, માટે હું પણ તેની સ્તુતિ કરું છું. . વિશેષ કથન :– આ સૂત્રને પ્રાભાતિક-પ્રાત-કાલિન સ્તુતિ કહે છે. કેમકે–
(૧) પ્રભાત સમયે રાત્રિ પ્રતિક્રમણમાં છ આવશ્યક પછી આ સ્તુતિ બોલાય છે. તેથી પ્રાભાતિક સ્તુતિ કહેવાય છે.
(૨) આ સૂત્ર-સ્તુતિત્રિકની ત્રણે સ્તુતિમાં “પ્રભાતકાલીન' અર્થ ધરાવતો શબ્દ આવે છે. તેથી પણ પ્રાભાતિક સ્તુતિ કહેવાય છે.
– (૧) પહેલી સ્તુતિના ત્રીજા ચરણમાં પ્રાત: શબ્દ છે. – (૨) બીજી સ્તુતિના ચોથા ચરણમાં પ્રતિઃ શબ્દ છે.
– (૩) ત્રીજી સ્તુતિના ચોથા ચરણમાં વિનામ શબ્દ છે, જેનો અર્થ થાય છે – “પ્રાતઃકાળ'.
– આ સ્તોત્ર-સ્તુતિના ત્રણે શ્લોક જુદા જુદા છંદોમાં છે– (૧) પહેલી સ્તુતિ - “અનુષ્ટપુ” નામક છંદમાં છે. (૨) બીજી સ્તુતિ - “વૈતાલિક” નામક છંદમાં છે. (૩) ત્રીજી સ્તુતિ - “વંશસ્થ” નામક છંદમાં છે.
– આ ત્રણ છંદ મુજબની ત્રણ સ્તુતિ “નમોડસ્તુ વર્ધમાનાય” સૂત્ર-૩૮માં પણ છે. તેથી તેનું “વિશેષકથન' પણ જોવું.
– પ્રતિક્રમણ ક્રિયામાં ઉપયોગ –
આ સૂત્રનો ઉપયોગ માત્ર રાત્રિ પ્રતિક્રમણમાં છે. રાત્રિ પ્રતિક્રમણમાં છ આવશયક પુરા થયા પછી સકલતીર્થ વંદના બાદ આનંદ-ઉલ્લાસ દર્શાવવા માટે આ સૂત્ર બોલાય છે.
આ સૂત્ર બોલવાનો પ્રચલિત વિધિ એવો છે કે, પહેલા વડીલ સાધુ ભગવંત - આચાર્યાદિ પહેલી સ્તુતિ બોલે છે, પછી ત્રણે સ્તુતિ અન્ય સાધુઓ અને શ્રાવક હોય તો તેઓ પણ સાથે બોલે છે. અલબત્ત પ્રાતઃકાલીન પ્રતિક્રમણ હોવાથી મંદ સ્વરે બોલાય છે.
નમોસ્તુ વર્ધમાનાય” માફક આ સૂત્ર પણ ‘ઇચ્છામો અણુસઠી નમો ખમાસમણાણું કહી પછી નમોહેતુ બોલી પછી આ સ્તુતિ બોલાય છે - તે અંગે