________________
૨૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
- ‘ભાષિત' કહેલ, કથન કરેલ, પ્રવચન વિશેષ.
– તીર્થંકર પરમાત્મા અર્થથી આગમની પ્રરૂપણા કરે છે માટે તેને “જિનઆગમ" કહેવામાં આવે છે.
- આ જિનાગમ રૂપ અપૂર્વચંદ્ર - (કે જેના માટે આ સ્તુતિના પહેલા બે ચરણમાં કલંક રહિત આદિ ચાર વિશેષણો કહ્યા છે.
• વિનાને નમ સુધઃ નમસ્કૃતમ્ - પંડિતો વડે નમસ્કાર કરાયેલા (એવા જિનાગમને) હું પ્રભાતકાળે નમસ્કાર કરું છું. – ૦ દિન એટલે દિવસ
૦ વામ એટલે આગમન ૦ કિનામ એટલે દિવસનું આગમન, પ્રાતઃકાળ, પ્રભાતકાળ. ૦ નામ - સ્તવું છું, નમસ્કાર કરું છું, સ્તુતિ કરું છું. ૦ વધ: પંડિતજન વડે
૦ નમસ્કૃત - નમસ્કાર કરાયેલ. – અહીં જિનાગમરૂપ અપૂર્વચંદ્ર માટે એક વિશેષણ મૂક્યું કે, “પંડિત જનો વડે નમસ્કાર કરાયેલ.”
૦ સમગ્ર ગાથાનો ભાવ :- અન્વય પદ્ધતિએ “ધર્મસંગ્રહ” ગ્રંથમાં આ ભાવો આ રીતે પ્રદર્શિત કરેલ છે–
૦ કિના' નમિ - પ્રાતઃકાળમાં હું સ્તુતિ કરું છું. કોની સ્તુતિ કરું છું ? જિનભાષિત આગમોની. પણ આ જિનાગમ કેવા છે ?
(૧) અપૂર્વ ચંદ્ર જેવા, નવીન પ્રકારના ચંદ્ર રૂપ. (૨) કલંક-દાગ ઇત્યાદિથી રહિત, નિર્મલ-નિષ્કલંક. (૩) પૂર્ણતાથી ન મૂકાયેલ એવા. પૂર્ણ (૪) કુતર્ક રૂપી કે અન્યદર્શની રૂ૫ રાહુને ગળી જનાર. (૫) સદા ઉદય પામનાર. (૬) પંડિત જન વડે નમસ્કાર કરાયેલ.
આ સ્તુતિ જિનેશ્વર-કથિત આગમ રૂપી ચંદ્રમાની કરવામાં આવી છે. તેમાં સ્તુતિકારે વિવિધ તુલના કરી છે. જેમકે
(૧) આકાશમાંનો ચંદ્ર કલંક યુક્ત છે, જ્યારે જિનાગમ રૂપ ચંદ્ર કલંક રહિત છે, તેમાં કોઈ દાગ નથી.
૨) આકાશનો ચંદ્ર કૃષ્ણપક્ષમાં ક્રમશઃ ક્ષીણ થાય છે, શુક્લ પક્ષમાં ક્રમશઃ વૃદ્ધિ પામે છે, માત્ર પૂર્ણિમાના દિવસે તેની પૂર્ણતા હોય છે. તે સિવાય તે પોતાની પૂર્ણતાને મૂકી દે છે, જ્યારે જિનાગમ રૂપ ચંદ્ર એવો છે કે જે બધો વખત પોતાની પૂર્ણતાને જાળવી રાખે છે. પણ ક્યારેય પોતાની પૂર્ણતાને મૂકતો નથી અર્થાત્ પૂર્ણ રહે છે.
(૩) આકાશના ચંદ્રને કોઈ કોઈ સમયે રાહુ ગળી જાય છે તેવી લૌકિક માન્યતા છે. જ્યારે આ જિનાગમ રૂપ ચંદ્ર એવો છે કે જે પોતે જ કુતર્ક રૂપ કે અન્યદર્શની રૂ૫ રાહુને ગળી જાય છે.