________________
સુઅદેવયા હોય
૨૭
સૂત્ર-૪) સુઅવયા થોય
શ્રુતદેવતા સ્તુતિ
S
સૂત્ર-વિષય :
આ સૂત્રમાં મૃતદેવતાને આશ્રીને બોલાતી એક ગાથાની થાય છે, જેમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે પ્રાર્થના કરવામાં આવી છે.
સૂત્ર-મૂળ :– સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગંગ. અન્નત્થ. ૦ સુઅદેવયા ભગવાઈ, નાણાવરણીઅ-કમ્પ-સંઘાય;
તેસિ ખવેઉ સયય, જેસિ સુઅ-સાયરે ભરી. v સૂત્ર-અર્થ :
જેઓની મૃતરૂપ સમુદ્રમાં નિરંતર ભક્તિ છે, તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહને ભગવતી શ્રુતદેવી ક્ષય કરો.
- શબ્દજ્ઞાન : સુઅદેવયાએ - શ્રત દેવતા અર્થે, મૃતદેવીની આરાધના નિમિત્તે કરેમિ - હું કરું છું
કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગને સુઅદેવયા - મૃતદેવતા
ભગવાઈ - ભગવતી, પૂજ્ય નાણાવરણીય - જ્ઞાનાવરણીય
કમ્પસંઘાય - કર્મના સમૂહને તેસિં - તેઓના
ખવેઉ - ક્ષય કરો સયય - હંમેશા
જેસિં - જેઓની સુઅસાયરે - શ્રુતસાગરને વિશે
ભરી - ભક્તિ 1 વિવેચન :
મૃતદેવતાના આરાધન અર્થે કરાતા કાયોત્સર્ગ માટેનું વિધાન અને એક નવકારનો કાયોત્સર્ગ કર્યા પછી બોલાતી “થોય'નું કથન કરતું આ એક અતિ નાનું સૂત્ર છે. જે “સુઅદેવયાના નામે પ્રસિદ્ધ છે. તેમાં પહેલા કાયોત્સર્ગ કરું છું એ પ્રમાણેનું કથન છે. ત્યારપછી કાયોત્સર્ગ કર્યા બાદ નોરંતુ બોલવાપૂર્વક બોલાતી સ્તુતિનું શબ્દશઃ વિવેચન આ પ્રમાણે છે–
• સુવિયા - શ્રત દેવતાને અર્થે, મૃતદેવી આરાધના નિમિત્તે.
૦ યુગ એટલે શ્રત. સર્વજ્ઞ પ્રણિત અને ગણધર ગુંફિત સૂત્ર-આગમ, જે પ્રવચન-સિદ્ધાંત-સમય આદિ નામોથી ઓળખાય છે.