________________
૨૧૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૪
૦ સૂત્ર રચના :
આરંભિક વાક્યને બાદ કરતા, પછીનું આખું સૂત્ર પદ્યમાં છે. જે પહ' રૂપે રજૂ થયેલ છે, સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. સુંદર અને ભાવવાહી રીતે આ સૂત્ર વિવિધ રાગોપૂર્વક ગાઈ શકાય તેવું છે.
૦ ક્રિયામાં ઉપયોગ :
- શ્રમણ-શ્રમણીને નિત્ય અને રાત્રિ પૌષધવ્રતધારી શ્રાવકને આ સૂત્રનો ઉપયોગ સૂતા પૂર્વે આવે છે. નિયત ક્રિયાનુસાર રાત્રિના પ્રથમ પ્રહરને અંતે “સંથારા પોરિસિ' ભણાવવાની હોય છે, તેમાં આ સૂત્ર બોલાય છે.
- શ્રાવક ગ્રંથોમાં એવું કહેવાય છે કે, શ્રાવકોએ નિત્ય આ સૂત્ર શક્ય હોય તો સાધુ નિશ્રાએ અથવા પૌષધ વ્રતધારી પાસે શ્રવણ કરવું અથવા તે શક્ય ન બને તો સ્વયં આ સૂત્રની ગાથા-૪ થી ૧૭નું સૂતા પૂર્વે ચિંતવન કરવું.
૦ સમાધિમરણના દશ અધિકારો અને આ સૂત્રમાં તેની વિચારણા
સમાધિમરણની પ્રાપ્તિ અર્થે અથવા સંથારાની ઉત્તમ આરાધનાર્થે થયેલી કે કરાતી આરાધના વિવિધ ભેદે અને વિવિધ રીતે જોવા મળે છે. જેમકે - પંચસૂત્રમાં પ્રથમ અધ્યયનમાં ત્રણ પ્રકારે આ આરાધના છે, તો નંદન મુનિની આરાધના છ ભેદે પણ છે, સોમસુંદર રચિત “પર્યન્ત આરાધના" કે જેના આધારે પુન્ય પ્રકાશ સ્તવન અને આરાધના પદ સ્તવન બન્યા તેમાં દશ અધિકારોનું વર્ણન છે અને પાસચંદમુનિ રચિત સ્તવનમાં સોળ ભેદે આરાધના પણ છે.
આ બધામાં વર્તમાનકાળે “પુન્ય પ્રકાશ સ્તવનની વિશેષ પ્રસિદ્ધિને કારણે દશ અધિકાર યુક્ત અંતિમ આરાધના વધુ પ્રચલિત બની છે. “સંથારા પોરિસિ'ની ગાથાના ભાવો પણ રાત્રિસંથારા'ની સાથે અંતિમ સંથારા માટે ઉપયોગી ગાથાઓનું સંકલન છે, તેથી દશ અધિકારની ચિંતવના સંથારા પોરિસિમાં કઈ રીતે થઈ શકે ? તેનો તર્કપૂર્ણ સંબંધ અહીં સંક્ષેપમાં નામોચ્ચારણ પૂર્વક રજૂ કરેલ છે.
૦ દશ અધિકારોના નામો – (૧) અતિચાર આલોચના
(૨) વ્રતસ્મરણ (કે ગ્રહણ) (૩) જીવ ખામણા
(૪) પાપસ્થાનક વોસિરાવવા (૫) ચારશરણાં સ્વીકાર
(૬) દુષ્કૃત્ ગર્તા (૭) સુકૃત્ અનુમોદના
૮) શુભભાવના (૯) અનશન સ્વીકાર
(૧૦) નવકારમંત્ર સ્મરણ. આ દશે અધિકારની ભાવના સંથારા પોરિસિમાં કઈ રીતે ચિંતવી શકાય ? (૧) અતિચાર આલોચના - અતિચારથી પાછા ફરવું. – આરંભે બોલાતા નિલહિ-નિરીદી-નિટિ શબ્દો થકી આ ભાવના કરવી. (૨) વ્રતસ્મરણ અથવા વ્રતગ્રહણ :
– ગાથા-૧૪ “અરિહંતો મહ દેવો" દ્વારા સમ્યકૃત્વ અને આરંભે બોલાતા ત્રણ વખતના ‘કરેમિ ભંતે' દ્વારા વ્રત સ્મરણ કે ગ્રહણની ભાવના કરવી.