________________
સંથારા-પોરિસિ-સૂત્ર
૨૧૯
(૩) જીવખામણા - જીવ સાથે ક્ષમાપના –
- ગાથા-૧૫, ૧૬ “ખમિએ, ખમાવિએ” અને “સબ્ધ જીવા''થી જીવખામણા થશે.
(૪) પાપસ્થાનક વોસિરાવવા. – ગાથા-૮, ૯, ૧૦ “પાણાઇવાય.” આદિથી પાપ સ્થાનકો વોસિરાવાશે. (૫) ચાર શરણા સ્વીકાર કે અંગીકાર કરવા. – ગાથા-૫, ૬, ૭ “ચત્તારિમંગલ" આદિથી ચાર શરણા સ્વીકાર થશે. (૬) દુષ્કૃત્ ગણ્ડ - સ્વદુષ્કતોની નિંદા કરવી. – ગાથા-૧૭ “જં-જં મeણબદ્ધ" ગાથા વડે દુષ્કૃત્ ગર્ણો ભાવવી. (૭) સુકૃત્ અનુમોદન - બીજાના સુકૃતોની અનુમોદના કરવી.
– આરંભના વાક્ય “ગોયમાઇણે મહામુણિણં' પદોની વિસ્તૃત ચિંતવના દ્વારા સુકૃત્ અનુમોદના કરી શકાશે.
(૮) શુભ ભાવના - શુભ ભાવના-ભાવવી-ચિંતવના કરવી. – ગાથા-૧૧ થી ૧૩ Sહં આદિ થકી શુભ ભાવના ભાવી શકાય છે. (૯) અનશન - આહાર (આદિ)નો ત્યાગ કરવો તે. - ગાથા-૪ “નડું હુo" થકી (સાગારી) અનશન થાય છે. (૧૦) નવકારમંત્ર સ્મરણ (કે નવકાર રટણ)
- “અરિહંતો મહદેવો" ગાથા-૧૪ બોલ્યા બાદ જે સાત (કે ત્રણ) નવકાર ગણાય છે તે દ્વારા આ દશમો અધિકાર આરાધી શકાય છે.
સૂત્ર-નોંધ :
– આ સૂત્રનું આધાર સ્થાન આ જ સ્વરૂપે તો આગમમાં જોવા મળતું નથી, તેમજ અન્ય આધારસ્થાન પણ નથી. પરંતુ આ સૂત્રમાં આગામિક ગાથાઓનું સંકલન અવશ્ય થયેલું છે. ‘વિવેચન' વિભાગના આરંભે અને વિવેચના અંતર્ગતું આવા ઘણાં સાક્ષી પાઠો કે સંદર્ભ સ્થાનોનો ઉલ્લેખ અમે કરેલો છે.
– પયન્નાગ્રંથોમાં આવી કે આવી ગાથા સાથે નજીકનો ભાવ ધરાવતી ગાથા અનેક જોવા મળે છે. “ચત્તારિ મંગલ” આદિ તો આવશ્યક સૂત્રમાં જ ત્રણ સૂત્રો છે.
- બાકી યતિદિન ચર્યા, ઓઘનિર્યુક્તિ આદિમાં કેટલાંક આધારો મળે છે.
મુનિ દીપરત્નસાગર દ્વારા વિવેચિત-સર્જિત પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન' ગ્રંથ સમાપ્ત