________________
૨૧૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
જ સāનવા - સર્વ જીવો, આ જગમાં ભ્રમણ કરી રહેલા બધા જીવો • મૂ-વણ - કર્મવશ, કર્મને લીધે - પોતપોતાના કર્મના ભારથી. • રાગ બસંત - ચૌદ રાજલોકમાં ભ્રમણ કરી રહ્યા છે.
- ચૌદરાજ રૂપી લોક, લોક ચાર પ્રકારે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તેમાં ક્ષેત્રલોકને આશ્રીને આ પદ મૂક્યું છે. આ ક્ષેત્ર લોક “ચૌદરાજ" પ્રમાણનું માપ ધરાવે છે. જે ઉદર્વ-મધ્ય-અધોલોક રૂપે ત્રણ ભાગમાં વિભાજિત છે.
• તે એ સવ્ય રામવિલા - તેઓ બધાં મારા વડે ખમાવેલા છે અર્થાત્ મેં તે બધાં જીવોને ખમાવ્યા છે - ક્ષમાયાચના કરેલી છે.
• મુક્સ વિ તૈદ વસંત - મને પણ તે સર્વે જીવો ખમો-ક્ષમા કરો.
૦ ગાથાસાર - આ જગમાં સર્વે જીવો કે જે ચૌદ રાજલોક રૂપ ક્ષેત્રમાં ભમી રહ્યા છે, તે સર્વે પોતાના જ કર્મોના ઉદયથી ભમી રહ્યા છે. તેથી આ સર્વે જીવોની મેં ક્ષમાયાચના કરી છે અને તે સર્વે જીવો પણ મને ક્ષમા કરે (જથી હું અને તેઓ બધાં જ વૈરાનુબંધથી મુક્ત થઈએ.)
– કર્મ સંયોગોને લીધે જીવ માત્ર આ ક્ષેત્રલોકમાં જુદા જુદા સ્થળે, જુદાજુદા કાળે અને જુદી-જુદી યોનિ તથા ગતિમાં ઉત્પન્ન થાય છે. તેથી સંભવ છે કે અનંતા ભવભ્રમણમાં કયાંક-ક્યાંક કોઈને કોઈ જીવનો જાણતા કે અજાણતા પણ અપરાધ થઈ ગયો હોય, માટે તે સર્વે જીવો પરત્વેનો અશુભ ઋણાનુબંધ દૂર કરવા માટે તેમની ક્ષમાયાચના આવશ્યક છે. માટે અહીં ખમત-ખામણા કર્યા છે.
૦ હવે આ સૂત્રની અંતિમ એવી-૧૭મી ગાથાનું વિવેચન કરીએ છીએ. આ ગાથામાં મન, વચન, કાયાથી જે-જે કોઈ પાપનો બંધ થયો હોય તેની માફી માંગવામાં આવી છે. આ ગાથા “દુષ્કૃત્ ગ” સ્વરૂપ છે. સમાધિમરણની આરાધના કરનારા અનેક પાત્રો કે તેમની આરાધનામાં દુષ્કૃત્ ગણ્ડનો સમાવેશ થયો છે. પંચ સૂત્રના પહેલા અધ્યયનમાં કે પર્યન્ત આરાધનામાં પણ આ દુકૃગહ' સ્થાન પામેલી જ છે અને સવ્વસ વિ' સૂત્ર પણ આ જ પ્રકારનો ભાવ અભિવ્યક્ત કરતું સૂત્ર છે–
• ગં ગં મન વાદ્ધ - જે-જે (પાપ) મેં મને વડે બાંધેલ હોય.
ગં ગં સાથી, માસિ - જે - જે (પાપ) મેં વાણી વડે ભાખ્યું હોય.
• પર્વ - પાપ. આ શબ્દ મન, વચન અને કાયા એ ત્રણે પ્રવૃત્તિ સાથે જોડવાનું છે, જેનો ઉલ્લેખ પૂર્વે બે પદોમાં કર્યો છે અને હવે ત્રીજા પદમાં પણ કરીએ
છીએ
• ગં વર્ષ - જે-જે (પાપ) મેં કાયા વડે કર્યું હોય. - તો આ મન વડે, વચન વડે, કાયા વડે બાંધેલ પાપનું શું કરવું?
- યાદ કરો પ્રતિક્રમણમાં બોલાતું સબ્યસ્સ વિ' સૂત્ર તેમાં પણ દિવસ દરમ્યાન કરેલ દુષ્ટચિંતવન, દુર્ભાષણ અને દુશેષ્ટિત માટે શિષ્ય નિવેદન કરે ત્યારે