________________
સંથારા-પોરિસિ-સૂત્ર-વિવેચન-ગાથા-૧૫, ૧૬
૨૧૫
સંથારાની આરાધના કરનાર આત્મા માટે સમ્યક્ત્વ સ્વીકાર, ચાર શરણ ગ્રહણ, પાપસ્થાનક વોસિરાવવા, શુભ ભાવના ભાવવી જેમ મહત્ત્વના છે, તેમ ક્ષમાપના પણ એટલી જ મહત્ત્વની છે, આ વાતની પુષ્ટિ “પર્યન્ત આરાધના પયત્રામાં તો કરાયેલ જ છે તદુપરાંત સૂત્ર-૩૧ “સાત લાખ', સૂત્ર-૩૫ “વંદિત્ત સૂત્ર'ની ગાથા-૪૯, સૂત્ર-૩૭ “આયરિય ઉવઝાએ' આદિ પણ આ કથનની સાક્ષી પુરે છે.
– ગાથા-૧૫ ના વિવેચન થકી સૂત્રકારના આશયને જાણીએ તો૦ મિગ - (ક્ષમતા) ખમીને, ક્ષમા કરીને • વમવિ (ક્ષયિત્વા) ખમાવીને, ક્ષમા માગીને • મડ઼ - મને, મુજને, મારા ઉપર, મારા પરત્વે • હમદ (ક્ષમધ્યમ) ખમો, ક્ષમા કરો. • સબૂદ - સર્વે, તમે બધાં • બીનાથ - હે જીવનિકાયો !, હે જીવના સમૂહો • સિહ - સિદ્ધોની, સિદ્ધ ભગવંતોની. • સાવ - સાખે, સાક્ષીએ, સાક્ષીપૂર્વક, સાક્ષી સ્વીકારીને
વાનોયદ - હું આલોચના કરું છું, હું જણાવું છું (કે) મુક્લ-રર ર ભાવ - મને કોઈ વૈરભાવ નથી.
– અહીં મુન્નહ ને બદલે મુન્ન ન એવો પણ પાઠ મળે છે એ પાઠ અનુસાર અર્થ કરીએ તો મને (કોઈ) વૈર નથી કે કોઈ દુર્ભાવ નથી.
૦ ગાથાસાર – હે જીવ સમૂહો ! તમે સર્વે ખમત-ખામણા કરીને મારા પર ક્ષમા કરો અર્થાત્ હું ક્ષમા કરું છું – ક્ષમા માંગુ છું - તમે પણ મને ક્ષમા કરો તેમ પ્રાર્થ છું. (અને હવે) હું સિદ્ધોની સાક્ષીએ આલોચના કરું છું - સ્વીકાર કરું છું કે મારે કોઈપણ જીવ સાથે (હવે) કોઈ જ વૈરભાવ નથી
સંથારાની કે અંતિમ આરાધનાની સાર્થકતા માટે “ક્ષમાપના' અત્યંત જરૂરી છે, વૈરાનુબંધ યુક્ત આત્મા કદાપી મોક્ષ ન પામે કેમકે કષાયયુક્ત ભાવો તેને વીતરાગ ગુણઠાણા સુધી પહોંચવા જ ન દે. તેથી આ ગાથા દ્વારા સકલ જીવો પ્રત્યે કરેલા અપરાધની ક્ષમાયાચના કરવામાં આવે છે, તેમાં સર્વે જીવોને ખમવાખમાવવા - તે જીવો પણ ખમે એ ત્રણે ભાવનાપૂર્વક વૈરભાવનો સંપૂર્ણ ત્યાગ કરી મૈત્રીભાવ તથા માધ્યસ્થ ભાવને ધારણ કરવાનો છે.
૦ હવે ગાથા-૧૬માં પણ ક્ષમાપનાના ભાવોને જ વ્યક્ત કરવામાં આવ્યા છે, પણ વિશેષ એ કે સર્વે જીવો સાથે વૈરાનુબંધ શા માટે ન રાખવો ? તેનું કારણ પણ ગાથાના પૂર્વાર્ટમાં જણાવતા સૂત્રકાર મહર્ષિ કહે છે કે, આ સર્વે જીવો તો
સ્વ-સ્વ કર્મને વશ થઈને જ ચૌદ રાજલોકમાં ભ્રમણ કરી રહ્યા છે, તે જ તેમના કર્મના ભારથી ભરેલા છે, તો મારે શા માટે તેની સાથે કલુષિત ભાવો ધારણ કરવા ?