________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
- સમ્યક્ત્વયુક્ત વ્રતોના ઉચ્ચારણ વખતે, ઉપધાન કે તીર્થમાળા પહેરતી વખતે, દીક્ષા ગ્રહણ કરે ત્યારે ઇત્યાદિ પ્રસંગે આ ગાથા બોલાય છે. તો મ લેવો - અરિહંત એ મારા દેવ છે.
૨૧૪
૦
♦ ખાવજ્ઞીવું - જીવું ત્યાં સુધી, જીવન પર્યન્ત, યાવજ્જીવ. આ પદનો સંબંધ દેવ-ગુરુ-ધર્મ ત્રણે સાથે જોડવાનો છે. એટલે કે ૧) જાવજીવને માટે અરિહંત એ જ મારા દેવ છે.
જાવજીવને માટે સુ-સાધુ એ જ મારા ગુરુ છે (આ અને આ પછીનું પદ હવે આગળ કહેવાશે)
(૩) જાવજીવને માટે જિનપ્રણિત ધર્મ એ જ મારો ધર્મ છે. સુતાદુળો ગુરુનો - સુસાધુ એ મારા ગુરુ છે.
– ‘સાધુ' શબ્દની વ્યાખ્યા. વિશે ગાથા-પાંચમાં કહેવાયું છે.
– વિશેષ એ કે અહીં ‘સુસાધુ’ શબ્દ પ્રયોજેલ છે. ‘સુ’ એટલે સુષ્ઠુ - એવા જે સાધુ, તે ‘સુસાધુ' જેના વિશે સૂત્ર-૧, સૂત્ર-૧૫, સૂત્ર-૪૫, સૂત્ર-૫૧ આદિમાં ઘણું જ કહેવાયેલ છે, છતાં તેના પાંચ લક્ષણો જણાવીએ છીએ (૧) પંચમહાવ્રત પાલન, (૨) બાવીશ પરીષહ જય, (૩) નિર્દોષ આજીવિકા, (૪) સામાયિક ચારિત્ર, (૫) ધર્મોપદેશ.
‘ગુરુ' શબ્દથી ‘ધર્મગુરુ' કે ગુરુતત્ત્વ અર્થ સમજવો.
♦ બિળ-પન્નાં તત્ત - જિનેશ્વરે કહેલ તત્ત્વ એ જ ધર્મ.
-
‘જિન’ શબ્દનો અર્થ પૂર્વે કહેલો જ છે, વિશેષ એ કે અહીં ‘જિન’ શબ્દથી અરિહંત અને સામાન્ય કેવલી બંનેને ગ્રહણ કરવા.
૦ ડ્ઝ સમરું આ પ્રકારનું સમ્યક્ત્વ કે સમકિત.
આ પ્રકારનું અર્થાત્ દેવ-ગુરુ અને ધર્મ વિશે આ ગાથાના ત્રણ ચરણોમાં
--
·
પૂર્વે જણાવ્યું તે - એવો સંબંધ ‘ઇઅ' શબ્દથી અભિપ્રેત છે.
૦ સમત્ત - સમ્યક્ત્વ આ પદની વ્યાખ્યા દર્શનાચારમાં અને વંદિત્તુ સૂત્રની ગાથા-૬ના વિવેચનમાં થયેલી જ છે તે જોવી.
-
– ભવસમુદ્રનો પાર પામવા માટે રત્નત્રયીની મુખ્યતા છે જે, પણ તે ત્રણેમાં પાયો સમ્યગ્દર્શન છે. યશોવિજયજીએ પણ સ્તવનમાં કહ્યું છે–
“જે વિણ નાણ પ્રમાણ ન હોવે, ચારિત્ર તરુ નવિ ફળીયો; સુખ-નિર્વાણ ન જે વિણ લહીએ, સમકિત દર્શન બળીયો.”
સમ્યક્દર્શન હોય તો જ જ્ઞાન પણ સમ્યક્ બને અને ચારિત્ર પણ સમ્યક્ બને. સમ્યક્ત્વ માટે તત્ત્વોની શ્રદ્ધા એ પાયાની શરત છે, તત્ત્વોમાં જેમ નવતત્ત્વની શ્રદ્ધા મહત્ત્વની છે,તેમ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધાનું પણ વિશિષ્ટ સ્થાન છે. તેથી આ ગાથા દ્વારા અરિહંત દેવ, પંચમહાવ્રતધારી સાધુ અને કેવલિપ્રરૂપિત ધર્મ એ રૂપ સમ્યક્ત્વના સ્વીકારની પ્રતિજ્ઞા કરાયેલ છે.
૦ હવેની બે ગાથા-૧૫ અને ૧૬માં ‘ક્ષમાપના'ની મુખ્યતા છે.