________________
સંથારા-પોરિસિ-સૂત્ર-વિવેચન-ગાથા-૧૩, ૧૪
૨૧૩
સંગ મૂના - સંયોગને કારણે ઉત્પન્ન થયેલી. – સંયોગ છે મૂળ જેનું અથવા સંયોગ છે કારણ જેનું તેવી. – આ સંયોગ પૂર્વે ગાથા-૧૨માં જણાવ્યા મુજબ બે પ્રકારનો હોય છે–
(૧) દ્રવ્ય સંયોગ - તેમાં તન, ધન, સ્વજન, કુટુંબ આદિ પર પદાર્થો કે બાહ્ય વસ્તુઓના સંયોગનો સમાવેશ થાય છે.
(૨) ભાવ સંયોગ - તેમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય જેવા આંતરિક ભાવોના સંયોગનો સમાવેશ કરવામાં આવે છે.
- આવા સંયોગના કારણોથી શું ફળ મળે ? તે જણાવે છે– • ના પત્તા કુવા-પરંપરા - જીવ વડે દુઃખની હારમાળા પ્રાપ્ત કરાઈ છે.
– જીવ જે કંઈ દુઃખની પરંપરાને પામે છે કે ભોગવે છે, તેનું કારણ કે મૂળ જો કંઈ હોય તો તે છે - દ્રવ્ય અને ભાવ રૂપ સંયોગો.
- જીવે આ દુઃખની પરંપરાથી મુક્ત થવા માટે અને ફરી આવી પરંપરા ન સર્જાય તે માટે શું કરવું ? કે જેથી તેની “સંથારાની આરાધના સફળ બને.
- આ પ્રશ્નનો પ્રત્યુત્તર આ ગાથાના ઉત્તરાર્ધમાં આપેલો છે.
• તન્હા - તેથી, તે કારણથી (કે જે કારણોને લઈને આપણો આ આત્મા દુઃખની પરંપરાને પામેલો છે.)
• સંગાસંવંયં - સંયોગ સંબંધોને, દ્રવ્ય અને ભાવરૂપ સંયોગોને કારણે ઉત્પન્ન થયેલા એવા સર્વે સંબંધોને.
૦ વ્યં - સર્વ, બધાં (સંયોગ સંબંધ) • તિવન - ત્રણ પ્રકારે અર્થાત્ મન, વચન, કાયાથી • સિરિ - વોસિરાવ્યા છે, છોડી દીધાં છે, ત્યાગ કર્યો છે.
૦ ગાથાસાર - મારા જીવે દુઃખની પરંપરા દ્રવ્ય-ભાવ અથવા તો કર્મના સંયોગોને કારણે જ પ્રાપ્ત કરેલી છે. તેથી કર્મસંયોગ જન્ય એવા બધાં સંબંધોને મેં મન, વચન, કાયાથી છોડી દીધા છે - ત્યાગ કરી દીધો છે.
– “આશ્રવ ભાવનાઓને આશ્રીને વિચારીએ તો જીવ જે દુઃખરૂપ વિપાકોની શ્રેણિ અનુભવે છે, તેનું કારણ કર્મ સંયોગો છે. જ્યારે આ સંયોગો દૂર થઈ જશે અને આત્મા નિરાશ્રવી એવા નિજરૂપને પામીને ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે તે અનંત-અપાર સુખનો અનુભવ સાદિ-અનંત સ્થિતિ પર્યન્ત કરે છે.
આ કથનનો મર્મ સમજીને હું સંયોગજન્ય સર્વ સંબંધો પછી તે જીવના હોય કે અજીવના, તે સર્વેનો મન, વચન, કાયાથી ત્યાગ કરું છું. તાત્પર્ય એ કે આ જ ક્ષણથી હું શરીર, ઇન્દ્રિય, માતા, પિતા, પત્ની, પરિવાર, સગાં-સ્નેહી, મિત્રો, સ્વજનો, ધન-દોલત, માલ-મિલ્કત, માન-કીર્તિ ઇત્યાદિ સર્વે સચિત્ત-અચિત્ત સંબંધોનો ત્યાગ કરીને મારા પોતાનાં આત્મસ્વરૂપમાં નિમગ્ર થાઉં છું.
- હવે સૂત્રકાર મહર્ષિ ગાથા-૧૪ દ્વારા સમ્યક્ત્વ પ્રતિજ્ઞાનું કથન કરે છે. આ ગાળામાં સમ્યક્ત્વનું સ્વરૂપ અને તે ગ્રહણ કર્યાનો એકરાર છે.