________________
૨૧૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ છે, આ બાહ્ય ભાવો કઈ રીતે ઉત્પન્ન થાય તે કહે છે
૦ સચ્ચે સંબોજ-નવઘણા - તે સર્વે સંયોગથી ઉત્પન્ન થયેલા છે.
– આ સંયોગ પણ દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે હોય છે. દ્રવ્યથી તન, ધન, કુંટુબાદિ. ભાવથી મિથ્યાત્વ, અવિરતિ આદિ જાણવા.
- મારો આત્મા એકલો છે, શાશ્વતો છે, જ્ઞાન-દર્શનથી સંયુક્ત છે, એ સિવાયના બીજા જે ભાવો મને મલ્યા છે, તે શરીરાદિ સંયોગ રૂપ છે માટે તે સર્વે (ભાવો કે સંયોગો) નાશવંત છે.
– અહીં જે “વાદિરામાવા' કહ્યું - તે “ભાવ' શબ્દનો અર્થ બે પ્રકારે છે– (૧) આત્મભાવ - હું એટલે “આત્મા' છું એવો ભાવ તે આત્મભાવ છે.
(૨) બહિરભાવ - હું એટલે આ શરીર, હું એટલે આ ઇન્દ્રિયો, હું એટલે અમુક ફલાણો ઇત્યાદિ પર પદાર્થને હું'રૂપે ઓળખાવવા અથવા આ મકાનમિલ્કત મારા છે, આ સ્ત્રી-પુત્ર મારા છે એવી જે વિચારણા તે સર્વે બહિરભાવો છું.
– આત્મભાવથી ભિન્ન એવા સર્વે ભાવો બાહ્યભાવો જ છે.
– આત્મભાવ એટલે સ્વ-ભાવ, બાહ્યભાવ એટલે પર-ભાવ. આવી પરભાવ દશા છોડીને સ્વ-ભાવ દશામાં સ્થિર થવા માટેની ભાવના આ ગાથા દ્વારા અભિવ્યક્ત કરવામાં આવેલી છે.
– જ્ઞાન અને દર્શનથી સંયુક્ત એક મારો આત્મા શાશ્વત છે - આટલા વાક્યમાં જ્ઞાન અને દર્શન બે પદોનો અર્થ પૂર્વે સૂત્ર-૨૮ “નાસંમિ દંસણૂમિમાં ઘણાં વિસ્તારથી કરાયેલો છે. સંક્ષેપમાં કહીએ તો - દર્શન એટલે સામાન્ય ઉપયોગ અને જ્ઞાન એટલે વિશેષ ઉપયોગ.
– આવો ઉપયોગ એ જ આત્માનો “નિજ-ભાવ' છે અને શાશ્વત છે.
– કર્મ આદિ અન્ય-અન્ય સંયોગથી ઉત્પન્ન થયેલા બીજા જે સઘળા ભાવો છે, તે સર્વે બાહ્ય ભાવો છે, જે ક્ષણિક છે, નાશવંત છે.
– તેથી કરીને આવા ક્ષણિક કે નાશવંત ભાવોનો ત્યાગ કરીને સ્થિર અને શાશ્વત એવા 'નિજભાવ કે સ્વભાવમાં રહેવું એ જ મારે હિતકારી છે એ પ્રમાણે આત્માને શિખામણ આપે કે સમજાવે.
૦ હવે ગાથા-૧૩માં સર્વસંબંધોનો ત્યાગ કરવા વિશે સૂત્રકાર જણાવે છે. કેમકે જીવને જે કંઈ દુઃખની હારમાળા જીવનચક્રમાં સર્જાય છે, તેનું એક મહત્ત્વનું કારણ જ આવા સંયોગજન્ય સંબંધો છે.
આ ગાથા-કથન પણ આગમિક જ છે, ભાવથી તો તે આગમ-તત્ત્વજ્ઞાનમાં વણાયેલું જ છે, પણ શબ્દશઃ આ ગાથા પણ પન્ના સૂત્રો-આગમમાં નોંધાયેલી જોવા મળે છે - જેમકે - આઉર પચ્ચક્ખાણ નામના પચ્ચીશમાં આગમ સૂત્રમાં આ ગાથા અઠાવીશમી છે, મહા પચ્ચક્ખાણ નામક છવ્વીસમાં આગમ સૂત્રમાં આ સત્તરમી ગાથા છે, બીજા આઉર પચ્ચક્ખાણ પયત્રમાં પણ આ ગાથા મળે છે. અર્થાત્ આગમસૂત્રની જ ગાથા ઉદ્ધત કરીને અહીં સંકલિત કરાયેલ છે.