________________
સંથારા-પોરિસિ-સૂત્ર-વિવેચન-ગાથા-૧૧, ૧૨
૨૧૧
જ મોક્ષે જાય છે.
બીજું પદ છે “મારું કોઈ નથી' અર્થાત્ માતા, પિતા, પત્ની, પુત્ર, પરિવાર, સગા સંબંધી, મિત્રો, સ્નેહીજનો વગેરે કોઈ મારા નથી એટલે કે મારા આત્માને આવા કોઈપણ સગપણ નથી. કારણ કે સંસારના આ સર્વે સગપણો તો વ્યવહારથી છે. અનંતા ભવોમાં આવા અનંત સગપણો થયા અને છૂટી ગયા. નિશ્ચયથી તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ મારાં છે.
ગાથામાં ત્રીજું પદ છે - “હું પણ કોઈનો નથી” અર્થાત્ જેમ કોઈ મારા સગાસંબંધી નથી તેમ હું એટલે કે આ આત્મા પણ કોઈનો સગો કે સંબંધી નથી. કેમકે સંસારી સગપણના બધાં જ સંબંધો તો આ દેહ સાથે જોડાયેલા છે આત્માને આવા કોઈ સંબંધો સાથે કંઈ જ લેવા દેવા નથી.
– પ્રશમરતિ પ્રકરણની ગાથા-૧૪૩માં આ વાતની પુષ્ટી આપી છે.
“સંસાર ચક્રમાં ફરતાં એકલાને જ જન્મ-મરણ કરવા પડે છે, એકલાને જ શુભાશુભ ગતિમાં જવું પડે છે, તેથી આત્માએ પોતે એકલાએ જ પોતાના અક્ષય એવા આત્મહિતને સાધવું જોઈએ.”
સૌથી મહત્ત્વની વાત આ ગાથામાં એ કરી છે કે, ઉપરોક્ત ત્રણે ભાવનાવિચારણા દીનતાપૂર્વક એટલે ગરીબડાં થઈને કરવાની નથી. જેમકે–
(૧) અરેરે ! હું એકલો છું, મારું તો કોઈ સહાયક નથી. (૨) મારું તો કોઈ નથી - મારું હિત ઇચ્છે કે મદદ કરે તેવું તો કોઈ નથી. (૩) ઓ ભગવાન્ ! હું કોઈનો નથી - કોઈને કામ આવી શકતો નથી.
– આવી દીનતા કરવી યોગ્ય નથી, આવી દીનતાથી તો આત્મા નિરર્થક આર્તધ્યાન જ કરે છે, આત્મા અશુભકર્મનો બંધ કરે છે.
– ઉક્ત શુભ ભાવના દીનતારહિતપણે કરવાની છે. એકત્વ ભાવના, સંસાર ભાવના આદિ વૈરાગ્ય ભાવનાઓને હૃદયસ્થ કરીને આ ભાવના ભાવવી જોઈએ. તો જ આત્માને યોગ્ય રીતે અનુશાસિત કરી શકે. આત્મા નિજસ્વરૂપમાં સ્થિર રહે અને જ્ઞાન, દર્શન, ચારિત્રને જ પોતાના માની, તેની આરાધના કરવામાં ધૈર્ય કેળવી શકે “સંથારાની આરાધના' માટે પ્રતિબદ્ધ બને
૦ હવે ગાથા-૧૨માં આત્માનું શાસન માટે “અન્યત્વ ભાવના' નામક વૈરાગ્યની ભાવનાને આશ્રીને આ ગાથામાં અભિવ્યક્ત કરી છે.
• Mો ને સાત મા - એક જ મારો આત્મા શાશ્વત છે – ધ્રુવ છે. – પણ આ શાશ્વત આત્મા કેવો છે ? તેનું સ્વરૂપ જણાવે છે– • ના-વંત-સંગુગો - જ્ઞાન, દર્શન (આદિ ગુણોથી) સંયુક્ત છે.
- આ જગમાં, સંસારમાં જ્ઞાન, દર્શન (આદિ ગુણોથી) યુક્ત એવો એક જ મારા આત્મા શાશ્વત કે ધ્રુવ છે (આ પ્રમાણે ભાવના ભાવે)
• તેના ને વાહિરા ભાવિ - બીજા બધાં બાહ્યભાવો-બહિર્ભાવો છે. - શાશ્વત એવા આત્મા સિવાયના જે કોઈ ભાવો છે તે બધાં જ બહાભાવો