________________
૨૧૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ • ગુરૂ-નિબંધગાડુ - દુર્ગતિનું કારણ, દુર્ગતિના હેતુ રૂપ.
- અઢારે પાપસ્થાનકોને વોસિરાવવા માટેના બીજા મહત્ત્વના કારણ રૂપે આ પદો પ્રયોજાયેલ છે. તે આ પ્રમાણે–
૦ ટુરૂ - દુર્ગતિ. નરક, તિર્યંચાદિ ગતિને દુર્ગતિ કહેલી છે. ૦ નિર્વાણ - એટલે નિબંધન, કારણ, હેતુ. - આ અઢારે પાપસ્થાનકોના ફળ રૂપે દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. • કારસ પર્વ-દાળાડું - અઢાર પાપસ્થાનકો.
૦ સંથારાની આરાધના કરનાર આત્મા ચાર શરણાને અંગીકાર કરે અને અઢાર પાપસ્થાનકોને વોસિરાવ્યા બાદ આરાધક આત્મા પોતાને અનુશાસિત કરે છે, શુભ ભાવના ભાવવાપૂર્વક આત્માને વૈરાગ્યવાસિત કરે છે. આ સત્યને હવે પછીના ગાથા-૧૧ અને ૧૨માં ઉજાગર કરવામાં આવેલ છે.
– આ બંને ગાથાઓ “પયન્ના' આગમોમાંથી ઉદ્ધત કરવામાં આવેલ છે. તેનો ઉલ્લેખ “આઉરપચ્ચક્ખાણ” નામક પચીશમાં આગમમાં ગાથા-૨૭માં, મહાપચ્ચક્ખાણ નામક છવ્વીસમાં આગમમાં ગાથા-૧૩ અને ૧૬માં, ચંદાવેજુઝય નામક ત્રીશમાં આગમમાં ગાથા-૧૬૦, ૧૬૧માં આ બંને ગાથાઓ ગુંથાયેલી છે.
- હવે ગાથા-૧૧નું વિવેચન અહીં રજૂ કરીએ છીએ• જો સું - હું એકલો છું. (: ) – આ પદ દ્વારા “એકત્વ ભાવના’નો નિર્દેશ કરાયેલો છે. • નત્યિ ને વર્લ્ડ - મારું પણ કોઈ નથી. • નહિમસ્ત - “ન-અહમ્-અન્નસ્સ-કસ્સઇ' - હું પણ કોઈનો નથી. - આ બે પદોમાં ગર્ભિતપણે સંસાર (સંબંધ) ભાવના છુપાયેલી છે. • પર્વ નાતો - એ પ્રમાણે અદીન મનવાળો થઈને. ૦ વુિં - એ પ્રમાણે, એ પ્રકારે. ૦ ગરીબ-મUતો - દીનતારહિત મનવાળો થઈને. – જેનું મન દીનતા અર્થાત્ ગરીબડાપણાથી રહિત છે તેવો. - અહીં માનો શબ્દ છે, તેનું માસી એવું પાઠાંતર પણ મળે છે. • અપ-પુણI - આત્માને અનુશાસિત કરે. ૦ અનુસારૂ એટલે સમજાવે, શિખામણ આપે, અનુશાસિત કરે.
૦ ગાથાસાર – “હું એકલો છું, મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી” - એ પ્રમાણે દીનતારહિતપણે આત્માને સમજાવે.
સંવર' તત્ત્વમાં બાર ભાવના અથવા દ્વાદશ અનુપ્રેક્ષાનો ઉલ્લેખ છે તેમાં એકત્વ નામક ભાવનાનો આશ્રય આ ગાથાના આદ્ય પદોમાં કરાયો છે. તે આ રીતે–
હું એકલો છું' અહીં “હું' શબ્દથી ‘આત્મા' એવો અર્થ કરવો. “એકલો’ શબ્દથી અન્ય કોઈના સાથથી રહિત છે - તેમ સમજવું. કેમકે જીવ એકલો આવે છે, એકલો જાય છે, એકલો જ કર્મને બાંધે છે, એકલો જ ભોગવે છે અને એકલો