________________
સંથારા-પોરિસિં-સૂત્ર-વિવેચન-ગાથા-૮ થી ૧૦
(૧૬) પરિવારે - પપરિવાદ, બીજાના અવર્ણવાદ બોલવા તે. આ સોળમા પાપસ્થાનક રૂપે ગણાવાયેલ છે.
(૧૭) માથાનો - માયા-મૃષા, પ્રપંચ, કપટ પૂર્વકનું જૂઠ. આ પાપસ્થાનકને માયામૃષાવાદ' નામક સત્તરમું પાપસ્થાનક કહ્યું છે.
(૧૮) મિચ્છરું - મિથ્યાત્વશલ્ય, મિથ્યાત્વરૂપી શલ્ય. આ પાપસ્થાનક અઢારમાં પાપસ્થાનક નામે ઓળખાય છે.
– આ રીતે પ્રાણાતિપાતથી મિથ્યાત્વશલ્ય પર્યન્તના અઢાર વાપસ્થાનકો કહ્યા છે. જેનું વર્ણન આગમ સૂત્રોમાં પણ જોવા મળે છે.
૦ હવે ગાથા-૧૦માં આ અઢારે પાપસ્થાનકનો ત્યાગ કરવાનો સંકલ્પ જાહેર કરાય છે, તેના ત્યાજ્યપણાના કારણો પણ રજૂ કરેલ છે.
– સંથારાની આરાધના કરી રહેલ આત્મા જે રીતે ચાર શરણાં અંગીકાર કરે છે, તે રીતે અઢારે પાપસ્થાનકોનો પણ ત્યાગ કરે છે. આ વાતની સાક્ષી “પર્યન્ત આરાધનાના સાતમા દ્વારમાં પણ મળે જ છે.
– શ્રાવકો નિત્ય પ્રતિક્રમણમાં આ “અઢારે પાપસ્થાનક" સંબંધી મિચ્છા મિ દુક્કડં” તો આપે જ છે, પણ પૌષધવ્રતધારી શ્રાવકોને સાત લાખ અને અઢાર પાપસ્થાનકને સ્થાને “ગમનાગમન' સૂત્ર બોલે છે, તેથી અહોરાત્ર પૌષધવ્રતધારી શ્રાવક “સંથારાપોરિસિ” વિધિ દરમ્યાન આ અઢાર પાપસ્થાનકો વોસિરાવે છે. પાપ અથવા અશુભ કર્મબંધના મુખ્ય કારણ રૂપ આ પાપસ્થાનકોનો ત્યાગ કરવા વિષયક કારણોને જણાવવા પૂર્વક (રાત્રિ) સંથારાની આરાધના કરે છે.
• વોસિરિતુ રૂમાડું - આ (અઢાર પાપસ્થાનોને) હું ત્યજ છું. - વોસિરિસુને બદલે “વોસિરસુ' એવો પણ પાઠ જોવા મળે છે.
– “વોસિરસુ'નું સંસ્કૃત રૂપાંતર વ્યુત્સુન છે. જેનો અર્થ “છોડી દે અથવા ત્યાગ કરે' એ પ્રમાણે કરાયો છે. અર્થાત્ “તું ત્યાગ કર" એવું આજ્ઞાર્થ વાક્ય બને છે, પણ રહસ્યાર્થરૂપે “હું વોસિરાવું છું કે ત્યાગ કરું છું” એવો અર્થ કરવો ઉચિત લાગે છે.
હવે શા માટે આ પાપસ્થાનકોનો ત્યાગ કરવો તેના બે કારણો કહે છે– • મુવર -મ-સંતા-વિરથમૂગાડું - મોક્ષમાર્ગના સંસર્ગમાં વિજ્ઞભૂત. ૦ મુવવ- એટલે મોક્ષમાર્ગ
– તત્ત્વાર્થ સૂત્રકારે “મોક્ષમાર્ગ"ની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, “સખ્યમ્ દર્શન જ્ઞાન-ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. (આવા મોક્ષમાર્ગના-).
૦ સંસTI - સંસર્ગમાં, મેળાપ થવામાં, પામવામાં. ૦ વિઘમૂડ - વિનભૂત, અંતરાય રૂ૫, અડચણ કર્તા
- આ અઢારે પાપસ્થાનકો મોક્ષમાર્ગમાં અર્થાત્ સમ્યગુ-દર્શનજ્ઞાન ચારિત્રના સમન્વયરૂપ રત્નત્રયની કે ત્રણ પ્રકારની બોધિની પ્રાપ્તિમાં અંતરાય કર્યા છે, માટે આ અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કરવો. [4114