________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪ પણ આ “મુખ-પદ્મ' મુખરૂપી કમળ કેવું છે ? (૧) વિશાળ લોચન-નેત્રોરૂપી પત્રોવાળું. (૨) ઝળહળતાં દાંતના કિરણોરૂપી કેસરા-તંતુવાળું.
જેમ પ્રાતઃકાળમાં ખીલી ઉઠતું કે વિકસ્વર થયેલ કમળ, પોતાની કમનીય કાંતિ અને સુમધુર સુગંધથી પ્રાણીઓના મનને પ્રમુદિત કરે છે – એ ઘટનાને અહીં ઉપમેય રૂપે પ્રયોજેલી છે.
- આ ઉપમા વીર જિનેશ્વરના મુખ સાથે ઘટાવાઈ છે.
– વીર પરમાત્માનું મુખ કેવું છે? કમળ જેવું. તેને કમળ જેવું કેમ કહેવાયું તેના બે કારણો અહીં રજૂ કર્યા.
(૧) જેમ કમલમાં સુંદર પત્રો હોય છે, તેમ વીર પરમાત્માના વિશાળ નયનો એ મુખ રૂપ કમળના પત્રો સમાન છે.
(૨) જેમ કમળમાં મધ્ય ભાગે તંતુ રૂપ કેસરા હોય છે, તેમ વીર પરમાત્માની દંતપંક્તિ એટલી ઝળહળે છે કે તેમાંથી નીકળતા પ્રકાશમાન કિરણો કમળની કેસરા જેવા શોભી ઉઠે છે.
તો શું આ મુખ પદ્મ પણ સામાન્ય કમળની માફક પ્રાણીઓને પ્રમુદિત કરવાનું કાર્ય કરે છે ?
ના, આટલી જ વાત પુરતી નથી. તે પ્રાણીઓના મનને મુદિત તો અવશ્ય કરે જ છે, પણ તે મુખનું દર્શન સહુને પવિત્ર પણ કરે છે. આવું વીર પરમાત્માનું મુખ પ્રાતઃકાળમાં (અમને) પવિત્ર કરો - એ ભાવના છે.
જેમ “સકલાર્ડત્ સ્તોત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યજી બીજી સ્તુતિમાં જણાવે છે કે, “નામકૃતિદ્રવ્યમવૈ: પુનર્નિનમ્” હવે જો પરમાત્માનું નામસ્મરણ અને આકૃતિ-પ્રતિમા પણ ત્રણ જગતના લોકોને પવિત્ર કરતા હોય તો સાક્ષાત્ પરમાત્માનું મુખ પ્રાણીને પવિત્ર કરે જ એમાં આશ્ચર્ય શું ?
૦ હવે બીજી ગાથામાં સામાન્ય જિનસ્તુતિ કરતા જિનેશ્વર દ્વારા મોક્ષ માટે પ્રાર્થના કરાઈ છે. તે આ પ્રમાણે–
• ચેષાભિષેક-ર્મ –ા - જે જિનેશ્વરોનું નાનકર્મ કરીને, અભિષેક કાર્ય કરીને, સ્નાત્રક્રિયા કરવા દ્વારા.
૦ ચેષાનું - જેના, જે જિનેશ્વરોના ૦ મિ-કર્મ - અભિષેકનું કાર્ય, સ્નાત્ર ક્રિયા.
મિ + સિલ્ ધાતુ પરથી આ શબ્દ બન્યો છે. જેનો અર્થ વિશિષ્ટ પ્રકારે જલસિંચન કરવું - એવો થાય છે. આ રીતે વિધિપૂર્વક જે વિશિષ્ટ પ્રકારે પરમાત્માનો અભિષેક કરાય છે તે ક્રિયા.
- સૂત્ર-૧ “નમસ્કારમંત્ર”માં “અરિહંત” પરમાત્મા સંબંધી જે વિવેચન કરવામાં આવેલ છે, તેમાં આ અભિષેક ક્રિયાનું વર્ણન ઘણાં જ વિસ્તારપૂર્વક કરાયેલ છે તે જોવું.